નવી દિલ્હી: દુનિયાની ત્રીજી સૌથી મોટી સેના ભારતીય સેનાને મળશે નવું હેડક્વાર્ટર. રક્ષામંત્રી રાજનાથ સિંહ દિલ્હી કેન્ટમાં 21 ફેબ્રુઆરીએ નવી બિલ્ડિંગના નિર્માણ માટે ભૂમિ પૂજન કરશે. આ બિલ્ડિંગને ‘થલસેના ભવન’ના નામથી ઓળખવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, બિલ્ડિંગ આગામી એક વર્ષમાં બનીને તૈયાર થઈ જશે.


આર્મીના મુખ્યાલયના એક વરિષ્ઠ સૈન્ય અધિકારીના જણાવ્યા મુજબ, સરકારે રાજપથ નજીક જે નવું સેન્ટ્રલ વિસ્ટા પ્લાન તૈયાર કર્યું છે. તેમાં સાઉથ બ્લોકને મ્યૂઝિયમ બનાવી દેવામાં આવશે. એવામાં સાઉથ બ્લોક સ્થિત સેના પ્રમુખ અને બીજા મહત્વના ડાયરેક્ટ્રેટસને પણ આ બિલ્ડિંગ ખાલી કરવું પડશે. તેથી હવે આ સેનાનું નવું હેડક્વાર્ટ બનાવવાની તૈયારી ચાલી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર સેનાના નવા ભવનની જરુરત એટલા માટે પડી છે કે, હાલમાં સેનાની અનેક બ્રાન્ચ અને મોટા સૈન્ય અધિકારીઓની ઓફિસ રાજધાની દિલ્હીની અલગ અલગ બિલ્ડિંગમાં સ્થિત છે. એવામાં તમામ ઓફિસ નવા થલસેના ભવનમાં એક જગ્યાએ રહેશે.