કુપવાડા: ભારતીય સેનાએ પાકિસ્તાનની વધુ એક નાપાક ષડયંત્ર નિષ્ફળ કરી દીધું છે. સેનાએ એલઓસી પાસે કુપવાડા જિલ્લામાં કેરન સેક્ટરમાં એક પાકિસ્તાની ક્વોડકોપ્ટરને તોડી પાડ્યું હતું. ભારતીય સેનાના અધિકારી અનુસાર, આજે સવારે આઠ વાગ્યાની આસપાસ પાકિસ્તાન સેનાના ક્વોડકોપ્ટરને તોડી પાડ્યું હતું.
એક અધિકારીએ જણાવ્યું કે, ભારતીય સેનાના જવાનો જમ્મુ કાશ્મીરના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે આજે સવારે લગભગ 8 વાગ્યે એક પાકિસ્તાન સેનાના ક્વોડકોપ્ટરને તોડી પાડ્યું હતું. જેને ચીની કંપનીએ બનાવ્યો હતો, આ ક્વોડકોપર્ટ ડીજેઆઈ મેવિક 2 પ્રો મોડલનો હતો.



ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન આતંકીઓને ઘૂસાડવા માટે અનેક પ્રયાસો કરતું રહે છે. બોર્ડર એક્શન ટીમની કાર્યવાહીને લઈ ભારતીય સેના નિયંત્રણ રેખા પર એલર્ટ છે. સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ હાલમાં જ કહ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદીઓને ભારતીય વિસ્તારમાં ઘૂસાડવાના પોતાના નાપાક ઈરાદા કરી રહ્યું છે. પરંતુ આ ભારતીય સેના તેની તામમ કોશિશોને નિષ્ફળ કરી રહી છે અને જડબાતોડ જવાબ આપી રહી છે.