નવી દિલ્હી: ચીને સોમવારે કહ્યું છે કે આ અઠવાડિયે દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં યોજાનાર 48 સભ્યો ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)ની બેઠકના એંજડામાં ભારતને સભ્યતા આપવાનો કોઈ મુદ્દો નથી. આ નિવદનથી સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે, ભારતને એનએસજીમાં સમાવેશ કરવાને લઈને ગ્રૂપના સભ્યોની વચ્ચે મતભેદ ચાલી રહ્યો છે.


ચીનનું આ નિવેદન હેરાન કરવા વાળું છે, કારણ કે ભારતના વિદેશમંત્રી સુષમા સ્વરાજે રવિવારે જ કહ્યું હતું કે, ચીન આ ગ્રૂપમાં ભારતની સભ્યતા સામે નથી, અને આ માત્ર પ્રક્રિયાનો મુદ્દો છે.