દેશમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થતાં કેન્દ્ર સરકારે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 27 માર્ચ 2022 થી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ફરી શરૂ થશે. જો કે, કોવિડના નિયમોનું પાલન કરવાનું રહેશે.


નોંધનીય છે કે કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ આવતીકાલથી આ પ્રતિબંધ પૂર્ણ થઇ રહ્યો છે. તમામ પાસાઓની સમીક્ષા કર્યા બાદ સરકારે આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ પેસેન્જર સેવાઓ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.


છે નવી ગાઇડલાઇન


 - કોવિડ19ની ગાઇડલાઇન અનુસાર, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર 3 બેઠકો ખાલી રાખવા પરનો પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો છે.


-હવે કોરોના કેસમાં ઘટાડાને કારણે ક્રૂ મેમ્બર્સ માટે સંપૂર્ણ PPE કીટની જરૂરિયાત પૂરી થઈ ગઈ છે.


-એરપોર્ટ પર સુરક્ષા કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ પેટ-ડાઉન સર્ચ ફરીથી શરૂ કરવામાં આવશે.


-એરપોર્ટ અથવા પ્લેનમાં માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.


કોમર્શિયલ ફ્લાઈટ્સ ક્યારે શરૂ થઈ


ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ વધતા કોરોના કેસને રોકવા માટે 23 માર્ચ, 2020 થી ભારતમાંથી આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ પેસેન્જર એરલાઈન્સનું સંચાલન સ્થગિત કરી દીધું હતું પરંતુ હવે રસીકરણ અને કોરોનાના કેસોમાં ઘટાડા પછી સરકારે આંતરરાષ્ટ્રીય એરલાઇનને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.


નાગરિક ઉડ્ડયન મંત્રીએ શું કહ્યુ?


નોંધનીય છે કે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તાજેતરમાં કહ્યું હતું કે તેઓ અપેક્ષા રાખે છે કે આગામી બે મહિનામાં એરલાઇન ટ્રાફિક પ્રી-કોવિડ સ્તરે પહોંચશે. તેમણે કહ્યું હતું કે આમાં જોડાયેલા તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે વાતચીત કરવામાં આવી રહી છે, જેથી આંતરરાષ્ટ્રીય પ્લેન સર્વિસને સંપૂર્ણ રીતે ફરીથી શરૂ કરી શકાય.


 


Vodafone-ideaએ આ કારણસર 8 હજાર સિમ કાર્ડને કરી દીધા બ્લૉક, જાણો શું હતી આ કાર્ડમાં ભૂલ....


સ્ટૉરેજનુ ટેન્શન ખતમ ! આવી ગયો 1TB મેમરી વાળો આ સ્પેશ્યલ ફોન, જાણો કિંમતથી લઇને તમામ ડિટેલ્સ


IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ પર આ રીતે ભારી પડે છે મુંબઈ ઈન્ડિયન્સ, જાણો સૌથી વધુ મેચ કોણે જીતી


અમેઝૉનની ડીલમાં બેસ્ટ Dyson Air Purifier ખરીદો 50% સુધીના ડિસ્કાઉન્ટ પર ! જાણી લો ઓફર...........