શાહે કહ્યું કે, 2022માં ભારત પોતાની આઝાદીની 75મી વર્ષગાંઠ મનાવશે. તે જ વર્ષે દિલ્હીમાં ઇન્ટરપોલ મહાસભાની યજમાનીનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તે સિવાય ગૃહમંત્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા સપોર્ટ અને સહયોગના કારણે ભારતને ઇન્ટરપોલ ગ્લોબલ એકેડમીનો ક્ષેત્રીય ગઢ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ અગાઉ ઇન્ટરપોલના મહાસચિવ જુર્ગેન સ્ટોકે કેન્દ્રિય ગૃહ સચિવ એકે.કે ભલ્લા સાથે મુલાકાત કરી હતી.
માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન આતંકવાદ ફેલાવવાના આરોપી ઝાકીર નાઇક સહિત અન્ય વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પર કાર્યવાહી કરવા પર ભાર મુક્યો હતો. નાઇક હાલમાં મલેશિયામાં છે. અધિકારીએ કહ્યું કે, ભલ્લાએ સ્ટોક સાથે 30 મિનિટ સુધી બેઠક કરી હતી. જેમાં ભારતીય કાયદાથી બચી રહેલા ભાગેડુઓ વિરુદ્ધ પેન્ડિગ રેડ કોર્નર નોટિસ પર કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.