નવી દિલ્હીઃ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે ISROએ અંતરિક્ષમાં એક મોટુ પગલુ ભર્યુ છે. આજે સવારે 5.27 કલાકે પીએસએલવી સી-46 દ્વારા રિસેટ-2બી ઉપગ્રહને પૃથ્વીની નીચલી કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો છે.
પીએસએલવી સી-46ને આંધ્રપ્રદેશના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર, શ્રીહરિકોટાથી લૉન્ચ કરવામાં આવ્યો છે. આ ઉપગ્રહ 555 કિલીમીટરની ઉંચાઇ પર સ્થાપિક કરવામાં આવશે.
રિસેટ-2બીથી ભારતને કઇ રીતે મજબૂતી મળશે?
RISAT 2B સેટેલાઇટથી આફત, સુરક્ષાદળ અને સીમા પર નજર રાખી શકાશે. આ સેટેલાઇટ દ્વારા સીમાઓની નિગરાની અને ઘૂસણખોરીમાં રોકથામમાં મદદ મળશે.
રિસેટ-2બી સેટેલાઇટ ક્લાઉડી કન્ડીશન એટલે કે ઘેરાયેલા વાદળો અને ખરાબ હવામાનની સ્થિતિમાં પણ હાઇ રિઝોલ્યૂશન તસવીરો લેવામાં સક્ષમ છે.
આનાથી આફત અને રાહત કાર્યમાં લાગેલા લોકો અને સુરક્ષાદળોને ખુબ મદદ મળશે.
આ ઉપગ્રહ પ્રક્ષેપણની સાથે જ ભારતને હવે ગમે તેવા વાતાવરણમાં દુશ્મન દેશ પર નજર રાખવામાં મદદ મળશે. એટલે આ અંતરિક્ષમાં ભારતની ગુપ્ત આંખ પણ કહેવાશે.
રિસેટ-2બી સેટેલાઇટથી વધુ મજબૂત થશે ભારત, સીમાઓ અને દુશ્મન પર રહેશે બાજ નજર
abpasmita.in
Updated at:
22 May 2019 09:23 AM (IST)
પીએસએલવી સી-46ને આંધ્રપ્રદેશના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર, શ્રીહરિકોટાથી લૉન્ચ કરવામાં આવ્યો છે. આ ઉપગ્રહ 555 કિલીમીટરની ઉંચાઇ પર સ્થાપિક કરવામાં આવશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -