શ્રીહરિકોટા: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને (ઈસરો) આજે હરિકોટા અંતરિક્ષ કેંદ્રથી જીએસએલવી-એફ05નું પ્રક્ષેપણ કર્યું હતું. આ પ્રક્ષેપણમાં હવામાન ઉપર નજર રાખવા માટે સેટેલાઈટ ઈનસેટ-3ડીઆરને લઈને અંતરિક્ષમાં ગયો હતો. જીએસએલવી-એફ05, ઈનસેટ 3ડીઆર મિશન આજે સાંજે 4.10 વાગે પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ સેટેલાઈટને શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેંટરથી પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું. અગાઉ ઈસરોએ 27 ઓગસ્ટ, 2015ના રોજ જિયોસિનક્રોનસ સેટેલાઈટ તપાસ વ્હીકલનું છેલ્લું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું.


તે સમયે જીએસએલવી-ડી6નું પ્રક્ષેપણ કર્યું હતું જે પોતાની સાથે સંચાર ઉપગ્રહ જીસેટ-6ને લઈને ગયું હતું. જીએસએલવી-એફ05 હવે પોતાની દસમી ઉડાનમાં 2,211 કિલો ગ્રામથી ખુબ નવી ટેકનિકથી બનેલા મૌસમ વેધર સેટેલાઈટ ઈનસેટ-3ડીઆરને જિયોસ્ટેશનરી ટ્રાંસફર ઑર્બિટમાં મોકલ્યો હતો. જીએસએલવી-એફ-05ની ઉડાનમાં ઈંડિજિનસ ક્રાયોજેનિક અપર સ્ટેજ ચોથી વખત જીએસએલવીની ઉડાણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.