Haryana News: હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ગુરુવારે સરકારનુ ચોથુ બજેટ રજૂ કર્યુ. બીજેપી-જેજેપી ગઠબંધન સરકારે આ બજેટને સીએમ ખટ્ટરે અમૃતકાળનું બજેટ ગણાવ્યુ. આ બજેટમાં કૌશલ્ય વિકાસમાં દીકરીઓની ભાગીદારી વધારવા અને યુવાઓને સ્વ રોજગારના અવસર આપવા માટે કેટલીય મોટી જાહેરાતો કરવામાં આવી. જોકે હવે સરકારી ITIમાં પ્રવેશ કરનારી છોકરીઓને 2500 રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવશે. જેના પરિવારની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી હોય તેને. 


કૌશલ્ય પ્રશિક્ષણ માટે 250 કરોડના બજેટની જોગાવાઇ -  
મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આ બજેટમાં યુવાઓનુ ખાસ ધ્યાન રાખ્યુ છે. યુવાઓને કૌશલ્ય પ્રશિક્ષણ માટે 250 કરોડ રૂપિયાના બજેટની જોગવાઇ કરવામાં આવી છે. બેરોજગાર યુવાઓએ પોતાના સ્ટાર્ટ અપ શરૂ કરવા માટે સરકાર પણ આર્થિક સહાયતા કરવાની છે. યુવાઓને કહેવામાં આવ્યુ છે કે, તે સ્ટાર્ટ અપ્સ માટે આગળ આવે, તેમના માટે નવુ ‘વેન્ચર કેપિટલ ફન્ડ’ બનશે. જે પરિવારોની વાર્ષિક આવક 1.80 લાખ રૂપિયા સુધીની છે, તે જરૂરિયાતમંદ પરિવારો માટે સરકાર એક લાખ નવા આવાસ બનાવવાની છે. આ બજેટમાં સીઇટી અંતર્ગત ગૃપ - C અને D ની 65 હજાર નવી ભરતીઓ બહાર પાડવાનુ પણ એલાન કરવામાં આવ્યુ. 


કોઇ નવો ટેક્સ નહીં  - 
મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આ વખતે હરિયાણાના લોકોને મોટી રાહત આપતા કોઇપણ પ્રકારનો નવો ટેક્સ નથી લગાવ્યો. વળી, ગૌ-સેવા આયોગના બજેટમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. જે બજેટ પહેલા 40 કરોડ હતુ તેને હવે 400 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યા છે. હરિયાણામાં 632 રજિસ્ટર થયેલી ગૌશાળાઓ છે, જેમાંથી લગભગ 4.6 લાખ ગાયો છે. આની દેખરેખ અને સુરક્ષા માટે નાણાંકીય સહાયતા આપવામાં આવશે. વળી, હવે વૃદ્ધ પેન્શનમાં 250 રૂપિયાનો વધાર કરવામાં આવ્યો છે. હવે વૃદ્ધોને 2750 રૂપિયા વૃદ્ધ પેન્શન મળશે.