Vice President Jagdeep Dhankhar Swearing-In Ceremony: આજે  પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડ ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. ધનખડ બપોરે સાડા 12 વાગ્યે  ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લઈ શકે છે. તાજેતરમાં જ  જગદીપ ધનખડેએ  ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ આલ્વાને હરાવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. જગદીપ  શપથ લેતાની સાથે જ દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ બની જશે.


જગદીપ ધનખડના શપથ સમારોહમાં રાષ્ટ્રપતિ ભવનના નિયમો અનુસાર કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. ધનખડે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર તરીકે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડી હતી. ધનખડે વિરોધ પક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વા સામેની હરીફાઈમાં જંગી જીત નોંધાવી હતી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ 725 મત પડ્યા હતા, જેમાંથી 710 મત માન્ય ગણવામાં આવ્યા હતા જ્યારે 15 મત અમાન્ય જાહેર કરાયા હતા. જગદીપ ધનખડને 528 વોટ મળ્યા, માર્ગારેટ આલ્વા માત્ર 182 વોટ મેળવી શક્યા હતા. આમ ધનખડેએ માર્ગારેટ આલ્વાને મોટા માર્જિનથી હરાવ્યા હતા.


જગદીપ મૂળ રાજસ્થાનના ઝુંઝુનુના ખેડૂત પરિવારમાંથી આવે છે. પિતા ગોકુલ ચંદ્ર ધનખડ ખેડૂત હતા. તેમને રાજકારણમાં લગભગ 30 વર્ષનો અનુભવ છે. તેમણે 1989માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો. ધનખડ વ્યવસાયે વકીલ પણ છે. કાયદાનો અભ્યાસ કર્યા પછી, તેમણે કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી અને 1990માં તેઓ રાજસ્થાન હાઈકોર્ટમાં વરિષ્ઠ વકીલ બન્યા. તેમણે હાઈકોર્ટથી લઈને દેશની સર્વોચ્ચ અદાલત સુધી કાયદાની પ્રેક્ટિસ કરી હતી.


તેઓ પહેલીવાર જનતા દળની ટિકિટ પર ઝુંઝુનુથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમને 1990માં ચંદ્ર શેખર સરકારમાં કેન્દ્રીય મંત્રીની જવાબદારી પણ મળી છે. તેઓ 1993 થી 98 સુધી ધારાસભ્ય પણ હતા. ભારત સરકારે 20 જુલાઈ 2019 ના રોજ તેમને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર જાહેર થયા બાદ તેમણે રાજ્યપાલના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.


PIB Fact Check: શું સરકાર 'મહિલા સ્વરોજગાર યોજના' હેઠળ મહિલાઓના ખાતામાં એક લાખ રૂપિયા જમા કરાવી રહી છે? જાણો સત્ય


KBC 14: અમિતાભ બચ્ચને એડ એજન્સીઓ સાથેના કામની વ્યથા વર્ણવી, કહ્યું - મોટો એક્ટર હોય તો પણ....


આ કારણથી Vijay Devarakonda ચંપલ પહેરીને કરી રહ્યો છે Liger ફિલ્મનું પ્રમોશન, કારણ છે રસપ્રદ...


Exam: 42 વર્ષની માં અને 24 વર્ષના દીકરાએ એકસાથે પાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષા, દીકરો બોલ્યો- વિચાર્યુ ન હતુ...........