યૂપીમાં ઉત્તર પ્રદેશમાં ચાલતી કારમાં બળાત્કારનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કેસ નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના 6 મહિના પહેલાની હોવાનું કહેવાય છે. જેમાં મહિલા સાથે દુષ્કર્મ અને મારપીટની વાત સામે આવી છે.
યૂપીમાં સોશિયલ મીડિયા પર ચાલતી કારમાં ગેંગરેપનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયો જ્યારે જયપુર પોલીસને મળ્યો ત્યારે તેની તપાસ કરવામાં આવી . વીડિયોમાં મહિલાની સાથે ગેંગરેપની પુષ્ટિ થઈ છે. આ વીડિયોમાં એક મહિલા અને પુરષ સાથે અન્ય વ્યક્તિઓનો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો. સાથે જ એક વ્યક્તિ મહિલા સાથે મારપીટ પણ કરતો હતો. પોલીસને આ અવાજ જયપુર વિસ્તારના લોકો સાથે હળતો મળતો આવ્યો. ત્યાર બાદ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી અને પોલીસે ચાર જિલ્લા પોલીસ સ્ટેશન અનો પોલીસ ટીમને વીડિયોની ઓળખ માટે કામે લગાવવામાં આવ્યા.
પીડિતની ઓળખ યૂપી રહેવાસી મહિલા તરીકે થઈ છે. ત્યાર બાદ પોલીસે પીડિતને જયપુર લોવાની માનસરોવર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યા છે. પીડિતે ફરિયાદ નોંધાવતા કહ્યું કે, 19 ઓક્ટોબર, 2020ના રોજ તે ન્યૂ સાંગાનેર રોડ સ્થિત સાઈંકૃપા હોટલમાં રોકાઈ હતી. આ દરમિયાન મહિલાના જાણકાર સંજૂ બંગાળીએ તેને રૂપિયાની લાલચ આપીને એક યુવક સાથે મોકલી દીધી. એ યુવકે યશ હોટલની નજીક માંગ્યાવાસમાં એક કારમાં બેસાડી દીધી.
કારમાં પહેલા ચાર લોકો સવાર હતા. કાર સવાર યુવકોએ મહિલાનો મોબાઈલ લઈ લીધો અને તેની સાથે દુષ્કર્મ કર્યું. આ દરમિયાન કારમાં બેસેલા અન્ય લોકોએ તેનો વીડિયો બનાવ્યો. બાદમાં 2 અન્ય કાર સવાર યુવક આવ્યા અને યુવતીને બીજી કારમાં લઈ ગાય. તેમણે વારંવાર યુવતી સાથે દુષ્કર્મ કર્યું. આ ઘટનામાં 12 લોકો આરોપી હોવાનું કહેવાય છે.
આ મામલે એડિશ્નલ પોલીસ કમિશ્નર અજયપાલ લાંબાએ કહ્યું કે, આ મામલે શહેરના ચાર ડીસીબી સહિત અંદાજે 10 આઈપીએસ અને 40 સીઆઈની ટીમ બનાવવામાં આવી છે. ટીમમાં અંદાજે 100 પોલીસકર્મી સામેલ હતા જે પીડિત અને આરોપી યુવકોને શોધી રહી હતી. રવિવારે સવારે જઈને પોલીસે મહિલાને યૂપીની હરદોઈની રહેવાસી હોવાનું જાણવા મળ્યું. ત્યાર બાદ પોલીસે યુવતીનો સંપર્ક કર્યો અને તેને જયપુર બોલાવી. રવિવાર રાતે યુવતીને માનસરોવર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો. ત્યાર બાદ પોલીસે કાર્રવાઈ કરતાં લખનઉ, ઇન્દોર અને જયપુરના અનેક વિસ્તારમાંથી અભિષેક, મોન્ટી અને સંજુ બંગાલીની ધપકડ કરી છે.