Jammu Kashmir Lashkar Terrorists Killed: જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 3 આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા આ ત્રણ આતંકવાદીઓ લશ્કર-એ-તૌયબાના આતંકીઓ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કુપવાડાના જુમાગુંડ ગામમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસની ગુપ્ત માહિતી મળ્યા બાદ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ગુરુવારે સવારે થયેલા એક અથડામણમાં પાકિસ્તાન સ્થિત સંગઠન લશ્કર-એ-તૌયબા (LeT) ના ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.
કુપવાડાના જુમાગુંડ ગામમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસની માહિતી મળી હતી. જે બાદ આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કાશ્મીર ઝોનના આઈજી વિજય કુમારે કહ્યું કે આ કાર્યવાહી વિશેષ માહિતીના આધારે કરવામાં આવી છે. ત્રણેય આતંકીઓ માર્યા ગયા છે.
આતંકીઓ પાસેથી હથિયારો મળી આવ્યા
માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો મળી આવ્યા હતા. તેઓની ઓળખ કરી લેવામાં આવી છે. આ પહેલા બુધવારે બારામુલ્લાના કરેરી વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં સુરક્ષા દળોએ બારામુલ્લામાં 3 આતંકીઓને ઠાર કર્યા હતા.
Delhi Liquor Delivery: દેશના આ જાણીતા રાજ્યમાં દારૂની હોમ ડિલિવરી માટે હજુ જોવી પડશે રાહ, જાણો વિગત