Jammu Kashmir Encounter: જમ્મુ કાશ્મીરના શ્રીનગર શહેરમાં જકુરા વિસ્તારમાં શનિવારે વહેલી સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓની અથડામણ થઇ હતી જેમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. માર્યા ગયેલા આ આતંકી લશ્કર-એ-તૌયબા અને ટીઆરએફના સભ્યો હતા. તેમની પાસેથી પોલીસને બે પિસ્તોલ અને અનેક અન્ય વાંધાજનક સામગ્રી મળી આવી છે.


 માર્યા ગયેલા આતંકીઓમાંથી એકની ઓળખ ઇખલાક હાઝમના રૂપમાં થઇ છે. તે અનંતનાગના હસનપોરામાં એચસી અલી મોહમ્મદની હત્યામાં સામેલ હતો.


 જમ્મ કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે. તાજેતરમાં જ ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 (આર્ટિકલ 370)ને રદ કર્યા બાદ અત્યાર સુધીમાં 439 આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા છે. આ સમયગાળામં કેન્દ્ર શાસિત પ્રદેશમાં 541 આતંકવાદી ઘટનાઓ નોંધાઇ છે.







તેમણે કહ્યું કે આ ઘટનાઓ દરમિયાન કોઇ પણ મહત્વપૂર્ણ સાર્વજનિક સંપત્તિને નુકસાન થયું નથી. જોકે, લગભગ 5.3 કરોડ રૂપિયાની ખાનગી સંપત્તિને નુકસાન થયાનો અંદાજ છે.


 


Google Pay, PhonePe, Paytm કરવા માટે અપનાવો આ ટ્રિક્સ, ઇન્ટરનેટ વિના પણ કરી શકશો મની ટ્રાન્સફર, જાણો વિગતે


Gangubai Kathiawadi Trailer: એક્ટ્રેસ આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર થયું રિલીઝ


Upcoming EV Car: ટાટાને ટક્કર આપવા Mahindra લાવી રહ્યું છે આ Electric XUV, સામે આવી લેટેસ્ટ ડિટેલ્સ


ટીમ ઇન્ડિયાનો આ સ્ટાર બેટ્સમેન ગમે ત્યારે લઇ લેશે સન્યાસ, છેલ્લા ચાર વર્ષથી નથી મળ્યો રમવાનો મોકો, જાણો વિગતે