UPI without Internet: આજકાલ ડિજીટલ પેમેન્ટ (Digital Payment) કરવાનુ ચલણ વધી ગયુ છે કેમ કે આ સુવિધાજનક પણ છે અને જલ્દી પણ પૈસા ટ્રાન્સફર કરે છે. ડિજીટલ પેમેન્ટ જેવા કે Google Pay, PhonePe, Paytm એટલે કે (UPI) કરવા માટે તમારે ઇન્ટરનેટ (Internet) કનેક્ટિવિટીની જરૂર પડે છે, અને આના વિના આ પેમેન્ટ નથી થઇ શકતુ. જોકે અહીં તમને એક એવી રીત બતાવવા જઇ રહ્યાં છીએ જેનાથી તમે વિના ઇન્ટરનેટે કે મોબાઇલ ડેટા વિના પણ પેમેન્ટ કરી શકો છો. 


ફોનથી વિના ઇન્ટરનેટથી યુપીઆઇ પેમેન્ટ કરવા માટે તમારે *99# કૉડનો ઉપયોગ કરવો પડશે. આને USSD સર્વિસ પણ કહે છે. તમે *99# સર્વિસને યૂઝ કરીને તમામ UPI સર્વિસીઝનો ફાયદો લઇ શકે છે. જે લોકો સ્માર્ટફોન યૂઝ કરો છો તો *99# એટલે USSDની ઇમર્જન્સી સુવિધાને ત્યારે લઇ શકે છે, જ્યારે ઇન્ટરનેટ સર્વિસ ના મળી રહી હોય. 


કઇ રીતે કરશો *99# ના યૂઝથી UPI પેમેન્ટ- 


સ્માર્ટફોન પર ડાયલ બટન ખોલો અને ટાઇપ કરો *99#, આ પછી કૉલનુ બટન ટચ કરવુ પડશે. 
 
પૉપઅપ મેન્યૂમાં તમને મેસેજ આવશે જેમાં 7 નવા ઓપ્સન આવશે, અને 1 નંબર પર ટેપ કરવાથી સેન્ડ મની ઓપ્શન આવશે. આના પર ટેપ કરો. 
 
જે વ્યક્તિને પેમેન્ટ કરવુ છે, તેનો નંબર ટાઇપ કરો અને સેન્ડ મનીના ઓપ્શનને પસંદ કરો. 


UPI એકાઉન્ટ સાથે જોડાયેલા મોબાઇલ નંબર નોંધો અને સેન્ડ મની પર ટેપ કરો. 


જેટલા પૈસા તમે મોકલવા માંગો છો, તેને ન્યૂમેરિકમાં લખો અને પછી સેન્ડ મની કરી દો. 


પૉપઅપમાં પેમેન્ટનુ કારણ લખવુ પડશે કે તમે પેમેન્ટ કેમ કરી રહ્યાં છે, તો તેને લખી દો, જેમ કે રેન્ટ, લૉન કે શૉપિંગ બિલ વગેરે. 


વિના ઇન્ટરનેટથી યુપીઆઇ પેમેન્ટ કરવા માટે શું ધ્યાન રાખવુ પડશે-
વિના ઇન્ટરનેટ યુપીઆઇ પેમેન્ટ માટે પહેલા એ જરૂરી છે કે તમારો મોબાઇલ નંબર UPIની સાથે રજિસ્ટર્ડ હોવા જોઇએ અને વળી તમારો નંબર બેન્ક ખાતા સાથે જોડાયેલો હોવો જોઇએ. તે નંબર પરથી તમે *99# સર્વિસનો યુઝ કરી શકો છો. આને *99# સર્વિસનો ઉપયોગ કરીને કોઇપણ યુપીઆઇ સર્વિસનો ઉપયોગ કરીને કોઇપણ યૂપીઆઇ સર્વિસનો યૂઝ કરી શકો છો. 


આ પણ વાંચો......


Tips: ભૂલથી તમારા ફોનમાંથી કામના SMS ડિલીટ થઇ જાય તો ચિંતા ના કરો, આ ટ્રિક્સથી ફટાફટ મળી જશે પાછા.........


MIUI 13 Rollout: શ્યાઓમીએ લૉન્ચ કરી MIUI 13, જાણો કયા કયા સ્માર્ટફોન યૂઝર્સને મળશે આ નવુ અપડેટ


IPLની ગઇ સિઝનમાં ઉંચી કિંમતે વેચાયેલો આ સ્ટાર ખેલાડી આ વખતે અચાનક લીગમાં ખસી ગયો, આપ્યુ ખાસ કારણ


Photos: સિંહોની વચ્ચે ફોટોશૂટ કરાવતી દેખાઇ આ હૉટ એક્ટ્રેસ, તસવીર જોઇને ફેન્સ બોલ્યા- ગદર............


સીરિયામાં અમેરિકન સૈન્યના ઓપરેશનમાં માર્યો ગયો ISISનો અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી, બાઇડેનની જાહેરાત


Ind Vs Eng, Under-19 WC Final: વર્લ્ડકપ ફાઇનલ અગાઉ વિરાટ કોહલીએ અંડર-19 ટીમના ખેલાડીઓ સાથે કરી વાત, આપી મહત્વપૂર્ણ ટિપ્સ