Mahindra Electric SUV XUV400: મહિન્દ્રા પોતાની પહેલી મેનસ્ટ્રીમ ઇલેક્ટ્રિક SUVનો રૉડ ટેસ્ટ કરી રહી છે. આને વર્ષ 2024 સુધી ભારતીય માર્કેટમાં લૉન્ચ કરવાની સંભાવના છે. રિપોર્ટ્સ અનુસાર આનુ નામ XUV400 હોઇ શકે છે, જે Mahindra XUV300 પર બેઝ્ડ હશે. માર્કેટમાં આની ટક્કર નવી Tata Nexon EV સાથે થઇ શકે છે. ટાટા પણ પોતાની નવી નેક્સન ઇવી પર કામ કરી રહી છે, જે હાલના નેક્સન ઇવીથી વધુ રેન્જ આપશે. 


AutoCar India દ્વારા શેર કરવામા આવેલા Electric SUV XUV400ના સ્પાય શૉટ્સથી જાણવા મળે છે કે, ફ્રન્ટ પર ચાર્જિંગ સૉકેટ લાગેલુ છે. કારને કવર્ડ પેન્ટ જૉબમાં જોવામાં આવી છે. જેનો અર્થ છે કે કાર સૌથી વધુ પ્રૉડક્શન સ્પેક છે અને તેમાં કોઇ ડમી પાર્ટ ન જોડાવવા જોઇએ. જોકે લૉન્ચ પહેલા આને સ્ટાન્ડર્ડ એલૉય વ્હીલ આપવામાં આવી શકે છે.  
જોકે, અપકમિંગ ઇલેક્ટ્રિક એસયુવી XUV400ના પાવરટ્રેન વિશે વધુ જાણકારી નથી. પરંતુ ગયા ઓટો એક્સ્પૉમાં શૉ કરવામાં આવેલા XUV300 કૉન્સેપ્ટમાં બે બેટરી પેક– 350V અને 380V ઓપ્શનની જાણકારી આપવામાં આવી હતી. આ રેગ્યૂલર Nexon EVની સરખામણી ઉપરની કાર હશે. આવામાં આની Nexon EV, Hyundai Kona Electric અને MG ZS EVથી ટક્કર આપશે. 


જોકે, લીક્સ પર પુરો વિશ્વાસ નથી કરવામાં આવી શકતો, જ્યાં સુધી કાર લૉન્ચ ના થાય ત્યાં સુધી સતત અપડેટ થતુ રહેશે. આમ પણ મહિન્દ્રાએ બે વર્ષ પહેલા આ ડિટેલ્સની જાહેરાત કરી હતી અને ત્યારથી અત્યાર સુધી બની શકે છે કે આમાં કેટલાય મોટા અપડેટ કરવામાં આવ્યા હોય. ઉલ્લેખનીય છે કે કંપનીની 2027 સુધી આઠ ઇલેક્ટ્રિક વાહન લૉન્ચ કરવાની યોજના છે. 


મહિન્દ્રા કારોનુ વેચાણ વધ્યું-
વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (એમએન્ડએમ)નુ કુલ વેચાણ જાન્યુઆરી 2022માં 19.55 ટકા વધીને 46,804 યૂનિટ પર પહોંચી ગયુ છે. મહિન્દ્રાએ મંગળવારે એ વાતની જાણકારી આપી હતી કે એક વર્ષ પહેલા આ જ મહિનામાં તેને 39,149 ગાડીઓનુ વેચાણ કર્યુ હતુ. કંપનીએ કહ્યું હતુ કે ઘરેલુ માર્કેટમાં જાન્યુઆરી 2022 દરમિયાન 19,964 યૂનિટ્સનુ વેચાણ કર્યુ, જ્યારે એક વર્ષ પહેલા આ જ મહિનામાં તેને 20,634 યૂનિટ્સનુ વેચાણ કર્યુ હતુ. 


 


આ પણ વાંચો......


Tips: ભૂલથી તમારા ફોનમાંથી કામના SMS ડિલીટ થઇ જાય તો ચિંતા ના કરો, આ ટ્રિક્સથી ફટાફટ મળી જશે પાછા.........


MIUI 13 Rollout: શ્યાઓમીએ લૉન્ચ કરી MIUI 13, જાણો કયા કયા સ્માર્ટફોન યૂઝર્સને મળશે આ નવુ અપડેટ


IPLની ગઇ સિઝનમાં ઉંચી કિંમતે વેચાયેલો આ સ્ટાર ખેલાડી આ વખતે અચાનક લીગમાં ખસી ગયો, આપ્યુ ખાસ કારણ


Photos: સિંહોની વચ્ચે ફોટોશૂટ કરાવતી દેખાઇ આ હૉટ એક્ટ્રેસ, તસવીર જોઇને ફેન્સ બોલ્યા- ગદર............


સીરિયામાં અમેરિકન સૈન્યના ઓપરેશનમાં માર્યો ગયો ISISનો અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી, બાઇડેનની જાહેરાત


Ind Vs Eng, Under-19 WC Final: વર્લ્ડકપ ફાઇનલ અગાઉ વિરાટ કોહલીએ અંડર-19 ટીમના ખેલાડીઓ સાથે કરી વાત, આપી મહત્વપૂર્ણ ટિપ્સ


Car loan Information:

Calculate Car Loan EMI