નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા (Team India)ના હિટમેન ઓપનર રોહિત શર્મા (Rohit Sharma)ના આવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમની તસવીર લગભગ બદલાઇ જશે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ બાદ હવે રોહિત શર્મા નવી રીતે કેપ્ટનશીપની જવાબદારી સંભાળશે. પરંતુ આ બધાની વચ્ચે એક દુઃખદ સમાચાર એ છે કે રોહિતના આવ્યા કેટલાક ખેલાડીઓ એવા છે જેને હવે ટીમ ઇન્ડિયામાં આવવુ લગભગ મુસ્કેલ સાબિત થઇ શકે છે. આ લિસ્ટમાં પહેલુ નામ સ્ટાર ઓપનર બેટ્સમેન મુરલી વિજયનુ છે. મુરલી વિજય હવે ગમે ત્યારે ક્રિકેટમાંથી સન્યાસ લઇ શકે છે કેમ કે તેની ક્રિકેટ કેરિયર લગભગ હવે પુરી થઇ ચૂકી છે. 


ભારતીય ટેસ્ટ ટીમના ઓપનર બેટ્સમેન મુરલી વિજય (Murali Vijay) એક સમયે ટીમ ઇન્ડિયાનો સૌથી વિશ્વાસપાત્ર ઓપનર હતો, પરંતુ છેલ્લા ચાર વર્ષથી તે ટીમની બહાર ચાલી રહ્યો છે. ડિસેમ્બર 2018માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મુરલી વિજયએ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. 


આ પછી ટેસ્ટ ટીમમાં તેની જગ્યાએ ઓપનર તરીકે મયંક અગ્રવાલ અને રોહિત શર્મા આવી ચૂક્યા છે, અને હવે એવુ જરાય નથી લાગી રહ્યું કે મુરલી વિજયની વાપસી થઇ શકે. કેમ કે મયંક અગ્રવાલ અને રોહિત શર્મા ટેસ્ટ ટીમમાં પોતાની ઓપનિંગ જોડીનુ દમ બતાવી ચૂક્યા છે. બન્ને બેટ્સમેને હાલ ફૂલ ફોર્મમાં ચાલી રહ્યાં છે. બીજીબાજુ જોઇએ તો મુરલી વિજય આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે ઘરેલુ ક્રિકેટમાં પણ એટલો એક્ટિવ નથી કે તેની વાપસીનો કયાસ લગાવી શકાય. મુરલી વિજય પાસે હવે સન્યાસ સિવાય બીજો કોઇ ઓપ્શન નથી બચ્યો. આ કારણોસર માની શકાય કે 37 વર્ષીય મુરલી વિજય ગમે ત્યારે ક્રિકેટમાંથી સન્યાની જાહેરાત પણ કરી શકે છે.


શાનદાર રહી ક્રિકેટ કેરિયર-
મુરલી વિજય (Murali Vijay)એ ટેસ્ટ ક્રિકેટમં કુલ 61 મેચ રની છે, જેમાં તેને 3982 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 12 સદી પણ ફટકારી છે. વનડે અને ટી20 ક્રિકેટમાં વધુ મોકો નથી મળ્યો, તે તેમાં કંઇ ખાસ નથી કરી શક્યો. ખાસ વાત છે કે છેલ્લા ચાર વર્ષથી તે ટીમ ઇન્ડિયાની ટેસ્ટ સ્ક્વૉડમાંથી પણ બહાર છે. હાલમાં મયંક અગ્રવાલ, કેએલ રાહુલ અને રોહિત શર્મા જેવા ઓપનર ફૂલ ફોર્મમાં છે, તેથી હાલ મુરલી વિજયને ફરીથી મોકો મળી શકે એવુ જરાય પણ લાગતુ નથી. 


આ પણ વાંચો......


Tips: ભૂલથી તમારા ફોનમાંથી કામના SMS ડિલીટ થઇ જાય તો ચિંતા ના કરો, આ ટ્રિક્સથી ફટાફટ મળી જશે પાછા.........


MIUI 13 Rollout: શ્યાઓમીએ લૉન્ચ કરી MIUI 13, જાણો કયા કયા સ્માર્ટફોન યૂઝર્સને મળશે આ નવુ અપડેટ


IPLની ગઇ સિઝનમાં ઉંચી કિંમતે વેચાયેલો આ સ્ટાર ખેલાડી આ વખતે અચાનક લીગમાં ખસી ગયો, આપ્યુ ખાસ કારણ


Photos: સિંહોની વચ્ચે ફોટોશૂટ કરાવતી દેખાઇ આ હૉટ એક્ટ્રેસ, તસવીર જોઇને ફેન્સ બોલ્યા- ગદર............


સીરિયામાં અમેરિકન સૈન્યના ઓપરેશનમાં માર્યો ગયો ISISનો અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી, બાઇડેનની જાહેરાત


Ind Vs Eng, Under-19 WC Final: વર્લ્ડકપ ફાઇનલ અગાઉ વિરાટ કોહલીએ અંડર-19 ટીમના ખેલાડીઓ સાથે કરી વાત, આપી મહત્વપૂર્ણ ટિપ્સ