શું છે રોશન કૌભાંડ ?
2001માં રોશની એક્ટ બન્યો હતો. જ્યારે સરકારી જમીન પર ગૈરકાનૂની કબજો કરનારાઓને એક નિશ્ચિત રકમ જમા કરાવવા પર જમીન પર માલિકીનો હક આપવાનો કાયદો બન્યો હતો. આ કાયદાને લઈ કાશ્મીરમાં મોટા મોટા લોકોએ કરોડોની જમીન પર કબજો કર્યો હવે સીબીઆઈ તપાસ કરી રહી છે. કેસ હાઈકોર્ટમાં છે.
જાણકારી મુજબ કૌભાંડમાં ત્રણ મોટી પાર્ટીઓ નેશનલ કૉન્ફરન્સ, પીડીપી અને કૉંગ્રેસના આશરે 200 નેતાઓના નામ છે. આ સિવાય કેટલાક મોટા આઈએએસ અધિકારી કેટલાક બિઝનેસમેન અને હોટલ માલિકોના નામ પણ સામેલ છે.