જમ્મુ કાશ્મીર (Jammu-Kashmir) ના સોપોરમાં મોટો આતંકવાદી હુમલો થયો છે.  આતંકવાદીઓએ  CRPF અને પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં બે પોલીસકર્મી શહીદ થયા છે. તો બીજી તરફ બે અન્ય પોલીસકર્મી ઘાયલ પણ થયા છે. આ ઉપરાંત 2 સામાન્ય નાગરિકોના આ આતંકવાદી હુમલામાં મોત થયા છે. 


તમને જણાવી દઇએ કે આતંકવાદી હુમલો જમ્મુ  કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની જોઇન્ટ ટીમ પર સોપોરના આરામપુરામાં એક નાકા પર હુમલા બાદ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. 


અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ ઉત્તર કાશ્મીર જિલ્લામાં સોપોર મેન ચોકની નજીક બપોરે કેંદ્રીય રિઝર્વ પોલીસ દળ અને પોલીસની એક સંયુક્ત ટીમ પર ગોળીઓ ચલાવી હતી. ફાયરિંગમાં બે પોલીસકર્મીઓ અને બે સામાન્ય નાગરિકોના મોત થયા છે. એક પોલીસકર્મી સહિત આશરે ત્રણ અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને અહીંથી સેનાના 92 બેસ હોસ્પિટલ લઈ જવાયા છે. સુરક્ષાદળોએ આ વિસ્તારમાં નાકાબંધી કરી દિધી છે.