જાવેધ એખ્તરે ટ્વીટ કરીને લખ્યું કે, “અનેક લોકોના મોત થયા, અનેક ઘાયલ થયા, ઘણાના ઘર સળગાવવામાં આવ્યા. કેટલીક દુકાનો લૂટવામાં આવી અને અનેક લોકો બેધર થઈ ગયા પરંતુ પોલીસે માત્ર એક જ ઘરને સીલ કર્યું અને તેના માલિકને શોધમાં છે. સંયગોથી તેનું નામ તાહિર છે. દિલ્હી પોલીસની નિરંતરતાને સલામ.”
તાહિર હુસૈન વિરુદ્ધ હત્યા અને હિંસાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે તાહિર હુસૈન અને અન્ય અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યા, આગ લગાવવી અને હિંસા ફેલાવવાનો કેસ દાખલ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, કાઉન્સિલર તાહિર હુસૈને હિંસામાં તેનો હાથ હોવાનો ઈનકાર કર્યો છે. જો કે, એક વીડિયોમાં તેમની ઉપસ્થિતિ અને હાથમાં ડંડો હોવાનો દાવો કરવામાં આવી રહ્યા છે. દિલ્હી હિંસામાં સામેલ થવાના આરોપ તાહિરે કહ્યું કે, તેની પાછળ કપિલ મિશ્રા અને વારિસ પઠાન જેવા લોકોના ભડકાઉ નિવેદન જવાબદાર છે. તાહિરે કહ્યું કે , તેને ફસાવવામાં આવી રહ્યો છે. નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તેણે પોલીસ તપાસમાં સહયોગ આપવાની વાત કરી છે.
આ મામલે સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જે પણ વ્યક્તિ દોષિત સાબિત થાય તેને કડકમાં કડક સજા મળવી જોઈએ. જો તેમાં આમ આદમી પાર્ટીનો કોઈ વ્યક્તિ દોષિ સાબિત થાય તો તેને ડબલ સજા આપવામાં આવે. રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર કોઈ રાજનીતિ ન થવી જોઈએ.
નોંધનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે હિંસામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા આપવામાં આવશે.