નવી દિલ્હી: પંજાબના લુધિયાનાની 15 વર્ષની જાહન્વી બહલે કહ્યું છે કે તે 15 ઓગસ્ટે શ્રીનગરના લાલ ચોક પર તિરંગો ફરકાવશે. જાહન્વી એ જ યુવતી છે જેને જેએનયૂ વિદ્યાર્થીસંઘના અધ્યક્ષ કન્હૈયા કુમારને અભિવ્યક્તિના આઝાદી ઉપર ખુલ્લી ચર્ચા કરવા પડકાર આપ્યો હતો. જાહન્વીએ જણાવ્યું, “મેં વડાપ્રધાન નરેંદ્ર મોદીને પત્ર લખ્યો અને કહ્યું છે કે, તમામ સાંસદ પોત-પોતાના સંસદીય વિસ્તારમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે. તેમને મારો પ્રસ્તાવ માની લીધો છે અને તે વાતની મને ખુશી છે. તેમના જેવા સારા વડાપ્રધાન જ આવી જાહેરાત કરી શકે છે. હું શ્રીનગરના લાલ ચોક પર 15 ઓગસ્ટે ત્રિરંગો ફરકાવીશ, કારણ કે તે જગ્યાએ જ રાષ્ટ્ર ધ્વજનું અપમાન થયું હતું. હું અલગાવવાદિયો અને પાકિસ્તાન તમામને પડકારી રહી છું કે હિમ્મત હોય તો મને રોકીને બતાવો.”

તમને જણાવી દઈએ કે, જાહન્વી ‘સ્વચ્છ ભારત અભિયાન’ માટે સમ્માનિત થઈ ચુકી છે. તેને જેએનયૂ મામલે કહ્યું, કન્હૈયાજીએ પીએમ નરેંદ્ર મોદી વિશે જે પણ કહ્યું છે તે ખોટું છે અને અસ્વીકાર્ય છે. જાહન્વીએ હાલમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં એડલ્ટ ફિલ્મો અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર પોર્ન કંટેંટ વિરૂદ્ધ આવાજ પણ ઉઠાવ્યો હતો.