આ દરમિયાન સોશિયલ મીડિયા પર દારૂની હોમ ડિલિવરી થતી હોવાની લિંક ફરતી થઈ હતી. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. વિજ્ઞાપનમાં એક મોબાઇલ નંબર લખ્યો છે. જેના પર સંપર્ક કરીને દારૂની હોમ ડિલિવરીનો દાવો કરવામાં આવ્યો છે. વાઇન શોપ નામથી વાયરલ થયેલી વિજ્ઞાપનમાં તમામ બ્રાંડની શરાબ ઉપલબ્ધ હોવાનું લખવામાં આવ્યું છે.
જેને લઈ નાગપુર પોલીસે સ્પષ્ટતા કરી કે, સાયબર ફ્રોડ હજુ પણ બંધ થયું નથી. આ ફેક મેસેજ છે. આપેલી લિંક પર ક્લિક કરીને કોઈએ પૈસા આપવા નહીં. તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો.
લોકડાઉન દરમિયાન થોડા દિવસો પહેલા જ ઉત્તરપ્રદેશના એટામાં એક નિવૃત્ત પોલીસ અધિકારી દારૂની હોમ ડિલિવરી કરતા ઝડપાયો હતો.