કર્ણાટક : કર્ણાટક સ્થાનિક કૉંગ્રેસી નેતા ઈબ્રાહિમ કોંદિજલે બહુવિવાહ પ્રથાનો બચાવ કરતા કહ્યું કે ઈસ્લામમાં તેની મંજુરી એટલા માટે આપવામાં આવી છે કે પત્નીના બિમાર થવા પર પતિ કોઈ વેશ્યા પાસે ન જાય. કૉંગ્રેસના દક્ષિણ કન્નડ ક્ષેત્રના પ્રમુખ ઈબ્રાહિમે કહ્યું કે સેક્,યલ જરૂરીયાતને પૂરી કરવા માટે ઈસ્લામમાં બહુવિવાહની મંજુરી આપવામાં આવી છે. એક ન્યૂઝ વેબસાઈટ પર પ્રકાશિત એક વિડીયોમાં કન્નડ નેતા કહે છે કે માનો કે પત્ની બિમાર પડે છે, ત્યારે તે પતિ સાથે સેક્સ નથી કરી સકતી માટે પતિએ સેક્સવર્કર પાસે જવું પડે છે. ઈસ્લામ કહે છે કે તમે સેકસવર્કર પાસે ન જઈ શકો. આપની ઈચ્છા હોય તો આપ બિજા લગ્ન કરી શકો છો. પત્રકારો યુનિફોર્મ સિવિલ કોડ વિષે પ્રશ્ર્ન પછતા નેતાએ જવાબ આપતા  કહ્યુ કે ઈસ્લામ બહુવિવાહ કરવાની મંજુરી આપે છે, કારણે પતિ પોતાની સેક્સસ્યૂએલ જરૂરિયાત પૂરી કરી શકે છે.

ભારતના લૉ કમિશને સાત ઓક્ટોબ્મરે પોતાની વેબ સાઈટ પર યૂનિફોર્મ સિવિલ કોડ પર લોકોની રાય માંગી હતી, પરંતુ ઓલ ઈંડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે તેનો વિરોધ કરી તેને ભાજપા સરકારનું નાટક ગણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટ હાલ મુસલમાનોના ત્રણ તલાક મામલે સુનવણા હાથ ધરી રહ્યુ છે.  સર્વોચ્ચ આદાલતે ધણી મુસ્લિમ મહિલાઓની અરજી પર સુનવણી દરમિયાન કેંદ્ર સરકાર ત્રણ તલાક પર તેમનો પક્ષ જાણવાની કોશિશ કરી હતી. હાલ ઓલ ઈંડિયા મુસ્લિમ લો બોર્ડના પદાધિકારીઓ સહિત ધણા મુસ્લિમ નેતાઓ તેનો વિરોધ કરી રહ્યા છે.