નવી દિલ્હી: કર્ણાટકમાં રાજ્યપાલ દ્વારા બહુમતથી દૂર ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપવા અને યેદુરપ્પાને મુખ્યમંત્રી પદના શપથ અપાવ્યા બાદ કૉંગ્રેસ વધુ આક્રમક બની ગઈ છે અને તેના વિરુદ્ધ જોરદાર પ્રદર્શન શરૂ કરી દીધું છે અને શુક્રવારે પણ દેશવ્યાપી પ્રદર્શન કરવા જઈ રહી છે.
કૉંગ્રેસ ગોવા, મેઘાલય અને મણિપુરમાં વિરોધ પ્રદર્શન કરશે, ત્યાં રાજસ્થાનમાં આજે સચિન પાયલટે આ મામલે પ્રદર્શન કર્યું. મણિપુર અને મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રીએ પોતાના રાજ્યપાલો પાસે મુલાકાત માટે સમય માંગ્યો છે.
કર્ણાટકની રાજનીતિમાં ઝડપી વધી રહેલા નાટકીય ઘટનાક્રમ બાદ કૉંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ દાવો કર્યો છે કે યેદુરપ્પા માત્ર એક દિવસના મુખ્યમંત્રી સાબિત થશે કારણ કે તેણે રાજ્યપાલ સામે માત્ર 104 ધારાસભ્યના સમર્થનના નામ પર સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. જ્યારે બહુમત માટે 112 ધારાસભ્યની જરૂર છે. બીજેપી 8 બેઠકથી દૂર છે, તેથી તે માત્ર એક જ દિવસમાં મુખ્યમંત્રી રહેશે.
સુરજેવાલાએ કહ્યું કે કર્ણાટકના રાજ્યપાલે મોદી માટે લોકતંત્ર અને સંવિધાનની હત્યા કરી છે. શુક્રાવારે કૉંગ્રેસ દેશભરમાં ‘લોકતંત્ર બચાઓ દિવસ’તરીકે ધરણા-પ્રદર્શન કરી તેના માધ્યમથી નેરન્દ્ર મોદી અને અમિત શાહની સત્તાની હવસ અને પ્રજાતંત્ર વિરુદ્ધ સંવિધાની માન્યતાઓને નકારવાના નેતા પ્રયાસોનો પ્રર્દાફાશ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, કર્ણાટકમાં કૉંગ્રેસ અને જેડીએસ પાસે બહુમત હતી, છતાં પણ ભાજપને આમંત્રણ આપવું પ્રજાતંત્રને નીચે પાડવું અને તેની હત્યા કરવા સમાન છે.
સુરજેવાલાએ માંગ કરી છે કે, જો સૌથી મોટી પાર્ટીને પહેલા આમંત્રણ આપવામાં આવે તો ગોવા, બિહાર અને મેઘાલયમાં પણ સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવા માટે નિમંત્રિત કરવું જોઈતું હતું. આ રાજ્યમાં પણ અન્ય પાર્ટીઓને સરકાર બનાવવા આમંત્રણ આપવું જોઈતું હતું. તેને બહુમત સાબિત કરવા કહેવું જોઈતું હતું.