નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોના શરૂઆતના વલણોની જાહેરાત કરવામાં આવી છે. ફાઇનલ પરિણામ જાહેર થાય તે અગાઉ ભાજપ અને કોગ્રેસે પોત પોતાના વિજયનો  દાવો કર્યો હતો. કર્ણાટકની 222 વિધાનસભા બેઠકો પર થયેલા મતદાન બાદ આવેલા એક્ઝિટ પોલમાં રાજ્યમાં ત્રિશુંકુની સરકાર બનવાના સંકેત મળ્યા હતા.

શરૂઆતના વલણોમાં ત્રિશંકુ વિધાનસભા બનવાના સંકેત મળવા છતાં બીજેપી પોતાના દમ પર સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. બીજેપીના પ્રવક્તા અરુણે કહ્યું કે, બીજેપી પૂર્ણ બહુમતથી સરકાર બનાવશે. બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાજ હુસેને  બીજેપી 130 બેઠકો જીતશે તેવો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, કર્ણાટકના શરૂઆતના વલણો અમારા પક્ષમાં છે. બીજેપી 130થી વધુ બેઠકો જીતશે.

બીજી તરફ કોગ્રેસે પણ જીતનો દાવો કર્યો હતો. કોગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, રાજ્યમાં કોગ્રેસ પૂર્ણ બહુમતથી સરકાર બનાવશે.