Kerala Corona Cases: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ભારતમાં એક મહિના બાદ પ્રથમ વખત એક લાખથી ઓછા કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના ઘટતા કેસના કારણે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કેરળમાં એક સમયે રોજના 50 હજારથી વધુ કેસ નોંધાતા હતા પરંતુ છેલ્લા 24 કલાકમાં કેસમાં નોંધનીય ઘટાડો થયો છે.


ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, કેરળમાં છેલ્લા 24 કલાકમાં 22,524 નવા કેસ નોંધાયા છે અને 14 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 49,586 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.






ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં હવે કોરોનાની ઝડપ ઘટી ગઈ છે. આજે કોરોનાના નવા કેસ એક લાખથી ઓછા આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 83 હજાર 876 નવા કેસ સામે આવ્યા છે, જો કે આ દરમિયાન 895 લોકોના મોત થયા છે. જ્યારે 1 લાખ 99 હજાર 54 લોકો સાજા થયા છે. આ સાથે, કોરોનાની સકારાત્મકતા દર હવે ઘટીને 7.25 ટકા પર આવી ગયો છે.


કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ હવે દેશમાં કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 11 લાખ 8 હજાર 938 થઈ ગઈ છે, જ્યારે આ મહામારીને કારણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 5 લાખ 2 હજાર 874 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક તરફ જ્યાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ અત્યાર સુધીમાં 169 કરોડનું રસીકરણ કરવામાં આવ્યું છે.


કુલ કોરોના કેસઃ 4.22 કરોડ


કુલ રિકવરીઃ 4.06 કરોડ


કુલ મૃત્યુઃ 5.02 લાખ


આ પણ વાંચોઃ ભાજપની આ મહિલા સાંસદને યુવતી વીડિયો કોલ કરીને થઈ ગઈ નગ્ન ને પછી.....


Kisan Credit Card: આ યોજના અંતર્ગત ખેડૂતોને સસ્તા દરે મળે છે લોન, જાણો કેવી રીતે


Covid Vaccination: કોરોના રસીકરણ માટે Aadhaar Card ફરજિયાત નથી, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું- 87 લાખ લોકોને આઈડી વગર અપાઈ રસી