તિરુવનંતપુરમઃ કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ કેરળના તિરુવનંતપુરમમાં નાણાની ચુકવણી નહી કરવાને લઇને FIR દાખલ કરવામાં આવી છે. જેમા પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડી અને પ્રદેશ અધ્યક્ષ સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
કેરળની કંસ્ટ્રક્શન કંપીની તરફથી આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કેસ દાખલ કરનાર મૈસર્સ હીથ કંસ્ટ્રક્શન મૈનેજિંગ પાર્ટનર રાજીવે જણાવ્યું હતું કે, સોનિયા ગાંધીના કહેવા પર કેરળ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ તરફથી રાજીવ ગાંધી ઇંસ્ટીટ્યુટ ઑફ ડેવલપમેંટ સ્ટડીઝ ભવન નિર્માણનો કૉંટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ભવન બનીને તૈયાર પણ થઇ ગયું, પરંતું તેમા થયેલા ખર્ચના રૂ. 2.85 કરોડની રકમ ચુકવવામાં આવી નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર કૉંગ્રેસના આંતરીક જગડાને લીધે કૉંટ્રેક્ટરના નાણા અટકી પડ્યા છે. જ્યારે પ્રદેશ કૉંગ્રેસ કમિટિનું કહેવું છે કે, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ચેનિનથાલા દ્વારા શરૂ કરાવેલા આ પ્રોજેક્ટની ચુકવણી કરવા માટે નાણા જ નથી તો પૈસા ક્યાંથી ચુકવામાં આવે.?
કૉંગ્રસના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ વીએમ સુધીરનનું કહેવું છે કે, પક્ષ પાસે કૉંટ્રેક્ટરના ચુકવવા માટે નાણા નથી કે, નથી કોઇ ઇંસ્ટિટ્યુટની જરૂર
ઓક્ટોબર 2005માં સોનિયા ગાંધીએ આ ઇંસ્ટિટ્યુટનું ઉદ્દઘાટન કર્યું હતું. કંપનીના નાણા નહી ચુકવ્યા હોવાની માહિતી તેમની પાસે પણ પહોંચી હતી. જેના માટે તેમણે પ્રદેશ કમિટિને તેના નાણા ચુકવવાના નિર્દેશ આપ્યા હતા. પરંતુ તેમ છતા કૉંટ્રાક્ટરના નાણા ચુકવ્યા ન હતા.
ત્યાર બાદ રાજીવ તરફથી આ મામલે સોનિયા ગાંધી, ઇંસ્ટિટ્યુટના ચેરમેન રમેશ ચૈનિનથાલા, પૂર્વ મુખ્યમંત્રી ઓમાન ચાંડી અને કેરળ કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ વીએમ સુધીરન વિરુધ કેસ કર્યો હતો.