તિરૂવનંતપુરમ: કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. જોકે ચોમાસું એક સપ્તાહ મોડું આવ્યું છે. કેરળમાં ભારે વરસાદના કારણે કેરળના ઈડુક્કી જિલ્લામાં એક વ્યકિતનું મોત થયું છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ બુધવારે કહ્યું કે, દક્ષિણ પશ્ચિમી મોન્સૂન કેરળના કિનારે આવી ગયું છે.

રાજ્યમાં ઘણાં ભાગોમાં મોડી સાંજે મુશળધાર વરસાદ વરસ્યો હતો. મોસમ વિભાગે પહેલા કહ્યું હતું કે, 9 જૂને ચોમાસુ કેરળ પહોંચવાની આશા વ્યક્ત કરી હતી. પરંતુ પોલીસે જણાવ્યું છે કે, આજે કેરળના તડકે વઝવારામાં ભારે વરસાદના કારણે એસએફઆઈના પૂર્વ ઈડક્કી જિલ્લા અધ્યક્ષ જોબી જૉનના ઘર પર બરફ અને માટી પડવાથી તેમનું મોત થયું હતું. અને તેમની માં ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત બની હતી.

પોલીસે જણાવ્યું હતું કે, જૉનના પિતા સુરક્ષિત છે. તેમને પડોશિયાને આ સંદર્ભે સૂચના આપી અને બચાવ અભિયાન ચલાવી રહ્યા છે. જોનની માંની હાલ ગંભીર બતાવવામાં આવી રહી છે અને તેમને સરવાર માટે કોચ્ચિ લાવવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે તિરુવનંતપુરમ જિલ્લા પ્રશાસન હાલ લોકોને પડી રહેલી મુશ્કેલીઓને દૂર કરવાના પ્રયાસ કરી રહ્યું છે અને પોનમુદી જેવા પહાડી વિસ્તારોમાં પર્યટકોને ન જવાની સલાહ આપી રહ્યું છે. લોકોને પહાડી રસ્તાઓ ઉપર મોડી રાત્રે સફળ ન કરવા કહેવામાં આવ્યું છે.