દિલ્હીઃ આમ આદમી પાર્ટીના મહિલા ધારાસભ્યના એક ટ્વીટ પર કેરળના શિક્ષણ મંત્રીનો જવાબ આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. ગઈકાલે દિલ્હી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પ્રવક્તા આતિશી માર્લેનાએ ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, કેરળ રાજ્યના અધિકારીઓ દિલ્હીના કાલકાજીમાં આવેલી અમારી સ્કૂલોની મુલાકાત લીધી હતી. આ અધિકારીઓ અમારા 'શિક્ષણ મોડલ'ને સમજવામાં અને તેમના રાજ્યમાં (કેરળ) લાગુ કરવા માટે આતુર છે. આ છે અરવિંદ કેજરીવાલની સરકારનો દેશ નિર્માણની યોજનાઓ. 


AAPના ધારાસભ્ય આતિશી માર્લેનાએ કરેલા આ ટ્વીટ બાદ કેરળના શિક્ષણ મંત્રી વી. શિવનકુટ્ટીએ આતિશી માર્લેના આ દાવાને ખોટા ગણાવતાં કહ્યું છે કે, કેરળના શિક્ષણ વિભાગે 'દિલ્હી મોડલ' વિશે જાણવા માટે કોઈને મોકલ્યા નથી. શિવંકુટ્ટીએ આતિશી માર્લેનાના ટ્વીટને રિટ્વીટ કરતાં જબાવમાં લખ્યું કે, "કેરળના શિક્ષણ વિભાગે 'દિલ્હી મોડલ' વિશે પૂછપરછ કરવા માટે કોઈ અધિકારીને મોકલ્યા નથી. આ ઉપરાંત, તેમણે આતિશીના એ નિવેદનને પણ નકારી કાઢ્યું હતું જેમાં આતિશીએ કહ્યું હતું કે, "ગત મહિને 'કેરળ મોડલ'નો અભ્યાસ કરવા માટે દિલ્હીથી આવેલા અધિકારીઓને પણ શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી હતી."






AAP નેતા આતિશી માર્લેનાના આ ટ્વીટ બાદ કેરળના શિક્ષણ મંત્રી વી. શિવનકુટ્ટીના જવાબ બાદ સવાલ એ થઈ રહ્યો છે કે, આતિશી માર્લેનાએ જે અધિકારીઓ સાથે મુલાકાત કરી અને શાળાઓની મુલાકાત કરી એ કોણ હતા?