KK's Death Updates: લોકપ્રિય પ્લેબેક સિંગર કૃષ્ણકુમાર કુન્નાથ KKનું ગઈકાલે મંગળવારે અવસાન થયું છે. કોલકાતામાં એક સ્ટેજ પર્ફોર્મન્સ દરમિયાન તબિયત ખરાબ થયા બાદ તેમને હોસ્પિટલમાં ખસેડાવમાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જો કે, ત્યાર બાદ કેકેના ચહેરા અને માથાના ભાગે ઈજાઓ જોવા મળતાં કોલકાતા પોલીસે અગાઉ અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો.

કેકેના મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જો કે, આ પોસ્ટમોર્ટમનો વિગતવાર રિપોર્ટ 72 કલાક પછી જ જાહેર કરવામાં આવશે. પરંતુ હાલ પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ "સામાન્ય" (કુદરતી) હોવાનું જણાવવામાં આવ્યું છે અને કંઈ અજુગતું થયું હોવાનો ઉલ્લેખ નથી. 

IANSના અહેવાલ મુજબ, વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને રાસાયણિક વિશ્લેષણ 72 કલાક પછી જ ઉપલબ્ધ થશે. કોલકાતા પોલીસને બુધવારની મોડી બપોરે સરકારી એસએસકેએમ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાંથી પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો હતો. આ મેડિકલ કોલેજના ડોક્ટરોએ કેકેનું પોસ્ટમોર્ટમ કર્યું હતું.

પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, કેકેના મૃત્યુ થવાનું કારણ સંકોચાયેલી ધમનીઓ હોઈ શકે છે. આમ હ્રદયની નળીઓ બંધ થઈ જવાના કારણે કાર્ડિયાક એરેસ્ટથી કેકનું નિધન થયું હોવાનું પ્રાથમિક પોસ્ટમોર્ટમાં જણાવાયું છે. જોકે અંતિમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.

આ પણ વાંચોઃ

Sourav Ganguly Resign News: BCCIના અધ્યક્ષ પદેથી સૌરવ ગાંગુલીના રાજીનામાના સમાચારને સેક્રેટરી જય શાહે ફગાવ્યા

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને EDએ મોકલી નોટીસ, જાણો શું છે મામલો

ગાંધીનગરઃ VCE કર્મચારીઓએ 22 દિવસ બાદ હડતાળ સમેટી, જાણો સરકારે કર્મચારીઓને શું ચિમકી આપી

હાર્દિક પટેલ કાલે ભાજપમાં જોડાશે તે કાર્યક્રમમાં આ મહત્વના નેતા હાજર નહી રહે, જાણો કાર્યક્રમની રુપરેખા

અક્ષય કુમારે કરેલા PM મોદીના ઈન્ટરવ્યુમાં પોલિસી વિશે પ્રશ્ન કેમ ના પુછ્યા તેનો અક્ષયે હવે ખુલાસો કર્યો