રાહુલે 27 બોલમાં 4 ફોર અને 3 સિક્સની મદદથી 56 રન કર્યા હતા. જ્યારે ઐયરે 29 બોલમાં 5 ફોર અને 3 સિક્સ થકી 58 *રન કર્યા હતા. તેમજ કેપ્ટન વિરાટ કોહલીએ 45 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ માટે ઈશ સોઢીએ 2 વિકેટ, જયારે મિચેલ સેન્ટનર અને ટિકનેરે 1-1 વિકેટ લીધી હતી.
બીજી ટી-20 પહેલા ન્યૂઝીલેન્ડના બોલર ઈશ સોઢીએ હુંકાર કરતાં કહ્યું કે, રવિવારે બીજી ટી-20માં અમે ભારત સામે વધુ આક્રમકતાથી બોલિંગ કરીશું.
(પ્રથમ ટી-20માં ઈશ સોઢીએ લોકેશ રાહુલ અને શિવમ દુબેની વિકેટ લીધી હતી.)
ચાલુ મેચ દરમિયાન ઈંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટરે ગુમાવ્યો પિત્તો, ફેન્સને આપી ગાળ, જાણો વિગતે
દિલ્હી ચૂંટણીઃ 48 કલાક સુધી પ્રચાર નહીં કરી શકે BJP ઉમેદવાર કપિલ મિશ્રા, ECએ લગાવ્યો પ્રતિબંધ