નવી દિલ્હીઃ કોરોના વાયરસ મામલા જિઝામુદ્દીન વિસ્તારના તબલીઘી મુખ્યાલય અચાનક વિવાદોમાં આવી ગયું છે. જ્યાં જલસામાં સામેલ 6 લોકોના મોત તેલંગાણામાં કોરોના વાયરસને કારણે થઈ ગયા છે. ત્યાર બાદ પોલીસે તબલીગી જમાના સર્વેસર્વા વિરૂદ્ધ એફઆઈઆર નોંધી છે.


મૌલાના સાદ પહેલા પણ વિવાદોમાં આવી ચૂક્યો છે

તબલીઘી જમાત પ્રમુખ મૌલાના સાદ લોકડાઉનનું ઉલ્લંઘન કરવાને કારણે વિવાદોમાં ફસાઈ ગયા છે. આ પ્રથમ ઘટના નથી જ્યારે મોલાના વિવાદમાં આવ્યો હોય. આ પહેલા પણ તેની વિરૂદ્ધ દારૂલ ઉલૂમ દેવબંધ તરફથી પણ ફતવો જાહેર થયો હતો. 1965માં દિલ્હીમાં જન્મેલ મૌલાનાની ઓળખ મુસ્લિમ ધર્મગુરુ તરીકે થાય છે. તેના પારિવારિક સંબંધ તબલીઘી જમાનના સંસ્થાપક મૌલાના ઇલિયાસ કાંધલવી સાથે જોડાયેલ છે. સાદે પોતાનો અભ્યાસ 1987માં મદરસા કશફુલ ઉલૂમ, હજરત નિઝામુદ્દીન અને સરાહનપુરથી પુરો કર્યો હતો. 1990માં તેના લગ્ન સહારનપુરના મજાહિર ઉલૂમના પ્રિન્સિપાલની દીકરી સાથે થયા હતા.

ચોથા અધ્યક્ષ છે સાદ

તબલીઘી જમાના પ્રથમ અમીર (અધ્યક્ષ) મૌલાના ઇલિયાસ હતા. તેના નિધન બાદ તેના દીકરા મૌલાના યૂસુફને તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મૌલાના યૂસુફનું અચાનક નિધન થયા બાદ મૌલાના ઇનામુલ હસનને તેના અમીર બનાવવામાં આવ્યા. મૌલાના અમાનુલ હસન 1965થી 1995 સુધી તેના અમીર રહ્યા. તેના ત્રીસ વર્ષના કાર્યકાળમાં જમાનનો ફેલાવો વિશ્વબરમાં થયો. 1995માં તેમનાં નિધન બાદ વિવાદ ઉભો થયો અને કોઈને પણ અમીર બનાવવામાં ન આવ્યા. પરંતુ કેટલાક લોકોની કમિટી બનાવવામાં આવી. છેલ્લા 25 વર્ષમાં આ કમિટીના મોટાભાગના સભ્યોના મોત થઈ ગયા અને તેમાં મૌલાના સાદ એકમાત્ર જીવીત વ્યક્તિ છે. એવામાં મૌલાના સાદે ખુદને જમાતના અમીર જાહેર કરી રાખ્યા છે. જોકે, તેને લઈને પણ ઘણો વિવાદ થયો. બે વર્ષ પહેલા નિઝામુદ્દીનમાં ઝઘડા પણ થયા.

મુસ્લિમ સમાજમાં ઉપદેશ તરીકેની છે ઓળખ

આ બધા વિવાદની વચ્ચે મુસ્લિમ સમાજમાં મૌલાના સાદના ઉપદેશ ઘણાં ધાર્મિક મહત્ત્વ ધરાવે છે જેને મોટી સંખ્યામાં લોકો સાંભળે છે. મૌલાના સાદની દેખરેખમાં તબલીઘી જમાતના અનેક આલીમી જલસાનું આયોજન થયું. 25 ફેબ્રુઆરીના 2018ના રોજ ‘ડોન’એ તબલીઘી જમાનના બે ગ્રુપના મતભેદ પર એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેમાં મૌલાના સાદ પર વિદ્વાનોને અપમાનિત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો. સાથે જ એ પણ કહેવામાં આવ્યું કે, ઇસ્લામ ધર્મની ખોટી વ્યાખ્યાને કારણે દારુલમ ઉલૂમ દેવબંદ મૌલાના વિરૂદ્ધ ફતવો બહાર પાડી ચૂક્યું છે. જોકે તેના સમર્થકોનો દાવો છે કે મૌલાના સાદ કુરાન અને હદીસને ટાંકીને જ કોઈ વાત કહે છે.