નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. કોરોના સંક્રમિતોની સંખ્યા 12 લાખ નજીક પહોંચી ગઈ છે. આ દરમિયાન દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણામાં કોવિડ-19ના કેસમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. આંધ્રપ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા 60 હજાર નજીક પહોંચી છે, જ્યારે કર્ણાટકમાં 70 હજારને પાર કરી ગઈ છે. ગુજરાત અને આંધ્રપ્રદેશને પાછળ રાખી પાંચમા સ્થાને પહોંચી ગયું છે.

મહારાષ્ટ્રઃ દેશમાં કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્યમાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 3,27,031 પર પહોંચી છે. 12,276 લોકોના મોત થયા છે. જ્યારે 1,82,217 લોકો સાજા થઈ ગયા છે અને 1,32,538 એક્ટિવ કેસ છે.

તમિલનાડુઃ 1,80,643 કોરોના કેસ સાથે તમિલનાડુ દેશમાં બીજા ક્રમે છે. રાજ્યમાં કોરોનાથી 2,626 લોકોના મોત થયા છે. 1,26,670 લોકો સાજા થઈ ગયા છે અને 51,347 એક્ટિવ કેસ છે.

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી એક સમયે કોરોના સંક્રમિતોની સંખ્યામાં બીજા ક્રમે હતું. પરંતુ કેજરીવાલ સરકારે લીધેલા પગલાથી સંક્રમણ પર થોડો અંકુશ મેળવી શકાયો છે. હાલ દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,25,096 પર પહોંચી છે. જ્યારે 3,690 લોકોના મોત થયા છે. રાજ્યમાં 1,06,118 લોકો સાજા થઈ ગયા છે અને 15,288 એક્ટિવ કેસ છે.

કર્ણાટકઃ દક્ષિણ ભારતના આ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 71,069 પર પહોંચી છે, જ્યારે 1,464 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં 25,459 લોકો સાજા થઈ ગયા છે અને 44,146 એક્ટિવ કેસ છે.

આંધ્રપ્રદેશઃ ભારતનું પાંચમાં નંબરનું કોરાનાથી સૌથી અસરગ્રસ્ત રાજ્ય આંધ્રપ્રદેશ છે અને દક્ષિણ ભારતનું ત્રીજું રાજય છે. આંધ્રપ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 58,668 પર પહોંચી છે. સંક્રમણના કારણે રાજ્યમાં 758 લોકોના મોત થયા છે. જ્યારે 25,574 લોકો ઠીક થઈ ગયા છે અને 32,336 એક્ટિવ કેસ છે.