નવી દિલ્હીઃ તાઉતે બાદ હવે દેશમાં 'યાસ' વાવાઝોડાએ એન્ટ્રી કરી દીધી છે. હવામાન વિભાગ 'યાસ' વાવાઝોડાની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. હવામાન વિભાગ 'યાસ'ને એકદમ ખતરનાક વાવાઝોડુ માની રહ્યું છે. આ વાવાઝોડાની અસર અંડમાન નિકોબાર દ્વીપ સમૂહ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર થશે. આ વાવાઝોડાને દેશમાં 2019માં આવેલા વાવાઝોડા એમ્ફાનની જેમ બતાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પવનની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આવો જાણીએ છેવટે 'યાસ' નામનો અર્થ શું છે, અને વાવાઝોડાનુ નામ કેવી રીતે પડે છે........


યાસનો અર્થ થાય છે 'નિરાશા' 
દુનિયામાં શરૂઆતથી જ વાવાઝોડાના નામકરણનુ ચલણ ચાલી રહ્યું છે. 'યાસ' એક અરેબિયન શબ્દ છે જેનો અર્થ છે 'નિરાશા'. ઓમાન દેશે આ વાવાઝોડાનુ નામ આપ્યુ છે. ખરેખરમાં, આ વાવાઝોડુ ઓમાન બાજુથી આવ્યુ છે. આનાથી બંગાળ અને ઓડિશામાં ભારે વરસાદની આશંકા છે. 


કઇ રીતે થાય છે વાવાઝોડાનુ નામકરણ....
વાવાઝોડાઓના નામ નામકરણની શરૂઆત એટલાન્ટિક વિસ્તારમાં 1953માં થયેલી એક સંધી કરવામાં આવી હતી, જ્યારે હિન્દ મહાસાગર વિસ્તારમાં આ વ્યવસ્થા વર્ષ 2004થી શરૂ થઇ. કોઇપણ સાયક્લૉનના નામકરણ માટે સભ્ય દેશ પોતાના તરફથી નામોની યાદી આપે છે. આ પછી તેનુ અલ્ફાબેટિકલ લિસ્ટિંગ કરવામાં આવે છે. તે ક્રમમાં સૂચવેલા નામ પર વાવાઝોડાઓના નામકરણ કરવામાં આવે છે. દરેક વખતે અલગ અલગ દેશોના ક્રમથી નંબર આવે છે, અને આ ક્રમમાં જે દેશે જે નામ આપ્યુ છે, વાવાઝોડાનુ નામ તે દેશ દ્વારા આપવામાં આવેલા નામ પર પાડવામાં આવે છે. 


WMO/સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક આયોગ એશિયા અને પ્રશાંત (WMO/ESCAP) પેનલ ઓન ટ્રૉપિકલ સાયક્લૉન (PTC)માં 13 દેશોના સભ્ય છે. હિન્દ મહાસાગર વિસ્તારમાં ભારતની પહેલ પર 8 દેશોના વાવાઝોડાનુ નામકરણ શરૂ કર્યુ. આ 8 દેશોમાં પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાંનમાર, ઓમાન અને થાઇલેન્ડ સામેલ હતુ. પછીના વર્ષ 2018માં આમાં યુએઇ, ઇરાન, કતર અને યમન વગેરે દેશો પણ જોડાઇ ગયા.