મહિલાઓની ખૂબસુરતી માત્ર તેમના ચહેરા અને રંગ-રૂપ પર જ નહીં પરંતુ બ્રેસ્ટ સાઇઝ પર પણ નિર્ભર કરે છે. પરફેક્ટ બ્રેસ્ટ સાઇઝ ન માત્ર મહિલાની સુંદરતમાં ચાર ચાંદ લગાડે છે પરંતુ તેને સેક્સી લુક પણ આપે છે. અનેક મહિલાઓને તેમની બ્રેસ્ટને લઈ ફરિયાદ હોય છે. આજની ભાગદોડ ભરી જિંદગીમાં ઘણી મહિલાઓ બ્રેસ્ટ કેન્સરનો ભોગ બને છો. પરંતુ કેટલાક ફૂડ લઈને તમે બ્રેસ્ટ કેન્સરની બચી શકો છો.


બ્રોકલીઃ  બ્રોકલીમાં મળી આવતું તત્વ સ્તન કેન્સરની કોશિકાઓને વૃદ્ધિ ધીમી પાડવામાં મદદગાર સાબિત થાય છે. પ્રારંભિક તબક્કામાં તે વધારે અસરદાર હોય છે. તેના પર રિસર્ચ પણ થયું છે.


અખરોટઃ અખરોટમાં રહેલું ઓમેગા-3 યાદશક્તિ વધારવામાં અને મગજની ક્રિયાઓને વધુ સતેજ બનાવવામાં મદદરૂપ બને છે તે આપણને બધાને ખબર છે. પરંતુ અખરોટ ખાવાથી સ્ત્રીઓને સ્તન કેન્સરથી સુરક્ષિત કરી શકાય છે. નિયમિત અખરોટ ખાવાથી બ્રેસ્ટ કેન્સર વધતું રોકી શકાય છે અને આ ગંભીર રોગના જોખમને પણ દૂર કરી શકાય છે.


ફિશ ઓઈલઃ તેના નિયમિત સેવનથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. ફિશ ઓઇલ બ્રેસ્ટ કેન્સરમાં શાનદાર કામ કરે છે. ફિશ ઓઈલમાં ઓમેગા 3 ફેટ હોય છે, જેના અનેક ફાયદા છે.


ઓલિવ ઓઇલઃ તેમાં એન્ટીઓક્સિડન્ટની માત્રા ઘણી હોય છે. તેમાં વિટામીન એ, ડી, ઇ, કે અને બી-કેરોટિનની માત્રા વધુ હોય છે. તેનાથી કેન્સર સામે લડવામાં સરળતા રહે છે. તે માનસિક વિકારને દુર કરીને તમને યુવાન રાખે છે.


કોફીઃ કોફીમાં રહેલું ફેનોલિક એસિડ સ્તન કેન્સરની સામે રક્ષણ આપે છે.. રોજ એક કપ કોફી પીવાથી કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે.


કોથમીરઃ કોથમીર માત્ર સ્વાદ માટે જ સારી છે તેવુ નથી પરંતુ તેમાં ઔષધીય ગુણ પણ છે. એન્ટી ઓક્સીડેંટ, મિનરલ, વિટામીન એ  અને સી થી ભરપુર હોવાના કારણે  તે કેન્સરથી પણ બચાવે છે. બ્રેસ્ટ કેન્સરથી બચવા રોજ તેનું સેવન કરવું જોઈએ.


કઠોળઃ બ્રેસ્ટ કેન્સરના જોખમને ઓછું કરવા નિયમિત કઠોળ ખાવા જોઈએ. કઠોળમાં રહેલા તત્વો ગાંઠની વેસ્ક્યુલાઇઝેશન પ્રક્રિયા, તેના કદને ઘટાડે છે અને શરીર દ્વારા તેને દૂર કરવામાં મદદ કરે છે.