કોવિડ-19નો શું મતલબ
ડિસેમ્બર 2019માં ચીનમાં તેનો પ્રથમ મામલો સામે આવ્યો હતો. જેને કોરોના વાયરસ ફેમિલીના વિસ્તાર તરીકે ઓળખવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ આખરે આ વિસ્તારનું નામ 2019-nCoV આપવામાં આવ્યું. આ વર્ષે તેની શોધ થઈ હોવાથી તેને 2019 નામ આપવામાં આવ્યું. નવો વાયરસ હોવાથી નોવેલ અને કોરોના ફેમિલીનો હોવાથી CoV નામ આપવામાં આવ્યું. આ રીતે કોવિડ-19 કોરોના વાયરસ ડિસિઝ 2019ના નામથી ઓળખાયો.
ચીન બદનામ ન થાય તે માટે કોવિડ-19 નામ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોવિડ-19 નામ આપ્યું અને તે અંગે જણાવ્યું. WHOના ચીફે કહ્યું, કોઈ દેશ કલંકિત ન થાય તે વાતનું અમે ધ્યાન રાખ્યું છે. નામ રાખવા પાછળનું કારણ છે કે કોઈ અન્ય નામનો ઉપયોગ ન થાય, જે કોઈને કલંકિત કરનારું હોય. ભવિષ્યમાં કોઈપણ પ્રકારના કોરોના વાયરસનો મામલો આવશે તો તેના માટે સ્ટાન્ડર્ડ ફોર્મેટ હશે.
ટ્રમ્પે કહ્યો હતો ચીની વાયરસ
ડિસેમ્બર 2019માં ચીનથી શરૂ થયેલો આ વાયરસ જોતજોતામાં સમગ્ર વિશ્વમાં ફેલાઇ ગયો હતો. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને ચીની વાયરસ કહ્યો હતો. જે બાદ WHO અને યૂનિસેફે ફટકાર લગાવી કહ્યું હતું, વાયરસની કોઈ નાગરિકતા નથી હોતી અને કોઈપણ દેશને કલંકિત ન કરવો જોઈએ.