નવી દિલ્હીઃ આજે ભારતીય સીમા વિસ્તારમાં પાકિસ્તાન લડાકૂ વિમાને ઘૂસણખોરી કરી. જવાબી કાર્યવાહીમાં ભારતે એક પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડ્યુ, પણ આ દરમિયાન ભારતના એક ફાઇટર પ્લેન પર પાકિસ્તાને એટેક કર્યો. પાકિસ્તાને દાવો કર્યો છે કે ભારતનો એક પાયલટ તેમની કસ્ટડીમાં છે. ભારત સરકારે એક પાયલટ લાપતા હોવાની વાત સ્વીકારી પણ છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, ભારતની એર સ્ટ્રાઇકના જવાબમાં પાકિસ્તા્ને એક્શન લીધી, ત્યારબાદ ભારતે તેનો જડબાતોડ જવાબ આપતા તેનું લડાકૂ વિમાન તોડી પાડ્યુ. જોકે આ કાર્યવાહીમાં ભારતનું એક મિગ વિમાન પણ ધ્વસ્ત થઇ ગયું અને અમારો અક પાયલટ લાપતા છે. તેની તપાસ કરવામાં આવી રહી છે.
આવામાં અમે તમને બતાવી રહ્યાં છીએ કે શું છે યુદ્ધ કેદીઓના નિયમો. આંતરરાષ્ટ્રીય જિનેવા સંધીમાં યુદ્ધ કેદીઓને લઇને નિયમ બનાવવામાં આવ્યા છે. આ અંતર્ગત યુદ્ધ કેદીઓને ડરાવવા-ધમકાવવાનું કામ કે તેમનું અપમાન નથી કરી શકાતુ. યુદ્ધ કેદીઓને લઇને લોકોમાં ઉત્સુકતા પેદા પણ નથી કરી શકાતી.
જિનેવા સંઘી અનુસાર, યુદ્ધ કેદીઓ પર કેસ ચલાવવામાં આવે અથવા તો યુદ્ધ બાદ તેમને પરત કરી દેવામાં આવે. પકડાઇ ગયા પછી યુદ્ધ કેદીઓને પોતાનુ નામ, સૈન્ય પદ અને નંબર બતાવવાની જોગવાઇ કરવામાં આવી છે.
જોકે, દુનિયાના કેટલાક દેશોએ જિનેવા સંધીનું ઉલ્લંઘન પણ કર્યુ છે. જિનેવા સંધીનો સામાન્ય રીતે અર્થ બીજા વિશ્વયુદ્ધ બાદ 1949થી તૈયાર કરવામાં આવેલી સંધીઓ અને નિયમો સાથે છે. આનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધ વખતે માનવાઅધિકારને જાળવી રાખવાનો નિયમ તૈયાર કરવાનો હતો.