પરિવહન મંત્રાલયે ટૂ વ્હિલક વાહનોમાં બાળકોની સુરક્ષા માટે નવો નિયમ જાહેર કર્યો છે. જો 4 વર્ષથી નાની ઉંમરના બાળકોને આપ બાઇક પર આપની સાથે બેસાડો છો તો બાઇકની સ્પીડ 40થી વધુ ન હોવી જોઇએ. બાળકની સુરક્ષાને ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવાયો છે.
આ સાથે વાહન ચાલકે એ પણ સુનિશ્ચિત કરવાનું રહેશે કે, તેમની સાથે જે બાળક બાઇક પર સવાર છે તેને હેલમેટ પહેર્યું હોય. 4 વર્ષના બાળક માટે પણ બાઇકમાં સવારી માટે હેલમેટ પહેરાવવું ફરજિયાત કરાયું છે.
મોટર વાહન અધિનિયમ 1989 હેઠળ, મોટરબાઈક ચાલક તેમજ પેસેન્જર માટે હેલ્મેટનો ઉપયોગ ફરજિયાત છે. એટલું જ નહીં, હવે દેશમાં ISI માર્ક વિના હેલ્મેટ વેચવા પર ગુનો નોંધવામાં આવશે.
પોલીસ ગ્રેડ પેને લઈને બેઠક પૂર્ણઃ 'કોઈ પણ રાજ્યમાં કોન્સ્ટેબલને 4200 ગ્રેડ પે અપાતો હોય તેવું ધ્યાનમાં નથી આવ્યું'
પોલીસ ગ્રેડ પેને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ મુદ્દે ગૃહ વિભાગની બેઠક મળી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગૃહ વિભાગની બેઠક મળી. બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી આશિષ ભાટિયા, અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગ રાજીવકુમાર ગુપ્તા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.
બેઠક પછી બ્રિજેશ ઝા, આઈજીપી વહીવટે જણાવ્યું હતું કે, ગૃહ રાજ્યમંત્રીએ પે ગ્રેડ અંગેની તમામ જાણકારી એકઠી કરી. પોલીસકર્મીઓને કેટલો પગાર મળે છે તેની જાણકારી આપવામાં આવી છે. પોલીસ કર્મચારીઓની તકલીફ અંગે પણ સમીક્ષા કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારની ફરિયાદ માટે પોલીસ વિભાગમાં સિસ્ટમ બનેલી છે. દાદ ફરિયાદ વિભાગ પાસે ફરિયાદ નહીં, પરંતુ સોશિયલ મીડિયામાં વિરોધ કેમ તેની ચર્ચા થઈ. કોઈ પણ રાજ્યમાં કોન્સ્ટેબલને 4200 ગ્રેડ પે અપાતો હોય તેવું ધ્યાનમાં નથી આવ્યું. તમામ પ્રકારના મુદ્દાઓને લઈને પ્રાથમિક ચર્ચા થઈ. અલગ અલગ રાજ્ય પાસેથી કોન્સ્ટેબલના ગ્રેડ પે અંગેની માહિતી મેળવાઈ. ગુજરાતમાં ગ્રેડ પે નહીં, પરંતુ સાતમા પગાર પંચ પ્રમાણે પગાર ચૂકવાય છે. કોઈની પણ સામે શિસ્ત ભંગના પગલા લેવાશે કે નહીં તે અંગે ચર્ચા થશે. રિપોર્ટ મેળવ્યા બાદ કોઈપણ સામે કાર્યવાહી કરવી કે નહીં તે નક્કી થશે. અત્યારે પગરા માટે ચર્ચા કરવામાં આવી, ભથ્થા અંગે આગળ ચર્ચા કરાશે.