મુંબઈઃ બિગ બોસ 13માં જોવા મળેલી એક્ટ્રેસ કોએના મિત્રા ઘણીવાર સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોલિટિકલ નિવેદન પણ આપતી રહે છે. બિગ બોસમાંથી બહાર થયા બાદ તેણે ફરી એક વખત ટ્વિટ કર્યુ છે અને AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધ્યુ છે.


ઓવૈસીએ એક વિવાદાસ્પદ ટ્વિટ કર્યું હતું અને તેણે એક આર્ટિકલ શેર કરી લખ્યું કે, મને મારી મસ્જિદ પરત જોઈએ. કોએનાએ ઓવૈસીના ટ્વિટને શેર કરતાં લખ્યું કે, મને મારા 40 હજાર મંદિર પરત જોઈએ. આમ લખી તેણે ઈડિયટ ઓવૈસી ટેગ કર્યુ છે.


ઓવૈસીનું આ ટ્વિટ રામ જન્મભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટના ફેંસલાને લઈ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે તેના ફેંસલામાં વિવાદિત જમીનના અસલી માલિક રામલલા વિરાજમાન હોવાનું માન્યું છે. ઉપરાંત મસ્જિદ માટે 5 એકર જમીન અલગથી આપવાનો ફેંસલો પણ આપ્યો હતો. જોકે આ ફેંસલાથી ઓવૈસી બિલકુલ ખુશ નથી અન તે સતત આ ફેંસલા સામે પોતાનો વિરોધ નોંધાવી રહ્યો છે.


થોડા દિવસો પહેલા જ કોએનાના બિગ બોસના ઘરમાંથી સફર ખતમ થઈ છે. તેની ગેમ લોકોને ખૂબ પસંદ પડી હતી અને ટ્વિટર પર કોએના ઘરમાંથી બહાર આવવાથી તેના ફેંસ ઘણા નારાજ હતા. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)


16 વર્ષના કિશોરે બેડ પર પિતરાઈ બહેનના હાથ-પગ બાંધી દીધા અને પછી કર્યું આ કામ, જાણો વિગત

INDvBAN: કોહલીને મળવા જીવના જોખમે મેદાનમાં પહોંચી ગયો ફેન ને પછી......