ઈન્દોરઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બીજી ઈનિંગમાં બાંગ્લાદેશની ટીમ 213 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતનો એક ઈનિંગ અને 130 રનથી વિજય થયો હતો. જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ 2 મેચની શ્રેણીમાં 1-0ની લીડ લઇ લીધી છે. મેચ દરમિયાન વિરાટ કોહલીને મળવા તેનો ફેન સુરક્ષા કવચ તોડીને મેદાન સુધી પહોંચી ગયો હતો. 22 વર્ષીય યુવકની પોલીસે ધરપકડ કરી હતી.



યુવકનું નામ સુરજ બિષ્ટ છે. તે ઉત્તરાખંડનો રહેવાસી છે અને ઈંદોરમાં જમવાનું બનાવવાનું કામ કરે છે. તેણે કોહલીને મળવાની ઈચ્છામાં આ કામ કર્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જે યુવકની ધરપકડ કરવામાં આવી છે તેણે હાથ પર કોહલીના નામનું ટેટૂ બનાવેલું છે. ઉપરાંત ચહેરા પર વીકે (વિરાટ કોહલી) લખેલું છે.


ઈન્દોર ટેસ્ટ મેચમાં કોહલી 0 રને આઉટ થયો હતો. ભારત-બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ કોલકાતામાં 22 નવેમ્બરે રમાશે. આ ટેસ્ટ મેચ ડે નાઇટ હશે.


આજે બિનસચિવાલય કલાર્ક, ઓફિસ આસિસ્ટન્ટની યોજાશે પરીક્ષા, જાણો વિગત

બાંગ્લાદેશને ઈનિંગ અને 130 રનથી હરાવતાં જ કોહલીએ રચ્ચો ઈતિહાસ, ધોનીનો તોડ્યો રેકોર્ડ, જાણો વિગત

કોહલીએ કહ્યું, કોઈપણ પીચ પર અમારા ફાસ્ટ બોલર વિરોધી ટીમના બેટ્સમેનોના છોડાવી શકે છે છક્કા