કોલકાતા અને તેની આસપાસના વિસ્તારમાં 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જ્યારે સાંજે 7.20 કલાકે સ્પીડ 133 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી. એમ્ફાનના કારણે ભારે વરસાદ પડવાના કારણે અનેક જગ્યાએ જળબંબાકાની સ્થિતિ સર્જાઈ હતી.
વાવાઝોડાના કારણે કોલકાતાના એરપોર્ટમાં પાણી ભરાઈ ગયું હતું અને કેટલાક હિસ્સાને પણ નુકસાન પહોંચ્યું હતું. હાલ કાર્ગો અને બચાવ સંબંધિત ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એમ્ફાનથી આશરે એક લાખ કરોડ રૂપિયાના નુકસાનની આશંકા વ્યક્ત કરી છે.