ગાઝિયાબાદઃ હિન્દીના જાણીતા કવિ કુમાર વિશ્વાસની લક્ઝરી કાર ફોર્ચ્યુનરની તેમના ઘરેથી ચોરી થઈ હતી. શુક્રવારે મોડી રાતે બનેલી ઘટનામાં પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે તપાસ માટે એક ટીમ પણ બનાવી છે. કાર રાત્રે 1.30 કલાકની આસપાસ ચોરી થઈ હોવાની આશંકા છે. પરિવારજનોએ ઘરની બહાર કાર ન જોઈ ત્યારે ઘટનાની જાણ થઈ હતી.


પોલીસે શું કહ્યું

આ મામલે પોલીસના જણાવ્યા મુજબ, ચોરોને જલદી ઝડપી લેવામાં આવશે અને ગાડીની ભાળ મેળવી લેવાશે. ઘટનાની જાણકારી મેળવવા પોલીસની ટીમ ઘરની આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજની મદદથી ચોરો અંગે ખબર મેળવવાની કોશિશ સતત ચાલુ છે.
દેશના સૌથી મોંઘા કવિ પૈકીના એક

કુમાર વિશ્વાસ હાલ દેશના સૌથી મોંઘા કવિઓ પૈકીના એક છે. તેમની કવિતાઓ યુવા વર્ગમાં ઘણી લોકપ્રિય છે. તેઓ સતત દેશ સહિત વિદેશોમાં કવિ સંમેલન કરતા રહે છે. હાલ તેમનું એક પુસ્તક સામે આવ્યું છે. જેનું નામ ‘ફિર મેરી યાદ’ છે.

આ પુસ્તક બેસ્ટ સેલર બન્યું છે. આ પહેલા પણ કુમાર વિશ્વાસ એક પુસ્તક લખી ચુક્યા છે. ‘કોઈ દિવાના કહતા હૈ’ નામનું પુસ્તક લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. કુમાર વિશ્વાસ કવિતાની સાથે સામાજિક વિષયો પર તેમનો મત રજૂ કરવા માટે જાણીતા છે.

IPL 2020: RCBનો નવો લોગો આવ્યો સામે, વિજય માલ્યાએ કહ્યું- સારો છે પણ ટ્રોફી જીતજો

ઉદ્ધવ ઠાકરેએ આપ્યો શરદ પવારને મોટો ઝટકો, મહારાષ્ટ્રમાં 1 મેથી શરૂ થશે NPRની પ્રક્રિયા

ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને સીધા ક્યાં જશે? કેટલા પોલીસ કર્મચારીઓ રહેશે સ્ટેન્ડ ટુ, જાણો વિગત