Lata Mangeshkar Passes Away: સ્વર કોકિલા અને ભારત રત્ન લતા મંગેશકરનું આજે 92 વર્ષની વયે નિધન થયું છે. ગત મહિને કોરોના અને ન્યૂમોનિયા થયા બાદ તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતાજીના નિધન બાદ દેશમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.  લતા મંગેશકરના નિધનથી મનોરંજન જગતમાં શોકની લહેર ફરી વળી છે. લતા મંગેશકર આશરે એક મહિનાથી બીમાર હતા. 8 જાન્યુઆરીએ કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાની સાથે  ન્યૂમોનિયા થયો હતો. બે દિવસ પહેલા તેમનો વેન્ટિલેટર સપોર્ટ હટાવાયો હતો પરંતુ ગઈકાલથી તબિયત વધુ લથડી હતી. પરંતુ આજે તેમના નિધનના સમાચારથી કલા જગતમાં શોક છવાઈ ગયો છે.


મમતા બેનર્જીએ શું કરી છે જાહેરાત


લતા મંગેશકરના નિધનને લઈ પશ્ચિમ બંગાળ સરકારે આવતીકાલે અડધા દિવસની રજા જાહેર કરી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આગામી 15 દિવસ સુધી ભારત રત્ન લતા મંગેશકરના માનમાં દરેક જાહેર સ્થળો, ટ્રાફિક સિગ્નલ પર તેમના ગીત વગાડવાની જાહેરાત કરી છે.






મહારાષ્ટ્ર સીએમઓના જણાવ્યા મુજબ, રાજ્ય સરકારે આવતીકાલે ભારત રત્ન લતા મંગેશકરના નિધનના કારણે જાહેર રજા રાખવાનો ફેંસલો કર્યો છે.


આ પણ વાંચોઃ 


1983ની વર્લ્ડકપ વિજેતા ટીમને આપવા BCCI પાસે નહોતા રૂપિયા, લતા દીદીએ કોન્સર્ટ કરીને એકર્ત કર્યા હતા 20 લાખ


હિંદી ફિલ્મોના આ સૌથી સફળ સંગીતકારે લતાજી પાસે કદી કોઈ ગીત ગવડાવ્યું નહોતું, જાણો શું હતું કારણ ? 


'અય મેરે વતન કે લોગોં સાંભળીને મોદી પણ થઈ ગયા હતા ભાવુક, લતાજીએ મોદીને લઈ કહી હતી આ વાત


Lata Mangeshkar Passes Away: લતા મંગેશકરની અજાણી વાતો,  કાગળ  પર સૌથી પહેલા લખતા આ નામ


લતા મંગેશકરનું નિધન, નીતિન ગડકરીએ કરી પુષ્ટિ