નવી દિલ્લીઃ કેંદ્ર સરકારે ભારતની ત્રણ જૂની હાઇકોર્ટના નામ બદલવાનો નિર્ણય લીધો છે. આ અંગેની જાણકારી મંગળવારે મળેલી કેબિનેટની બેઠકમાં આપવામાં આવી હતી. કેંદ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જાણકારી આપી હતી કે, કલકત્તા હાઇકોર્ટનું નામ હવે કોલકાતા હાઇકોર્ટ હશે. બૉમ્બે હાઇકોર્ટનું નામ હવે મુંબઇ હાઇકોર્ટ હશે. અને મદ્રાસ હાઇકોર્ટનું નામ ચેન્નઇ હાઇકોર્ટ હશે. આ હાઇકોર્ટના નામ તેના શહેરોના નામ પરથી હશે. કલકત્તા હાઇકોર્ટની ઔપચારિક રીતે 1 જૂલાઇ 1862માં શરૂઆથ થઇ હતી. આ ભારતની સૌથી જૂની કોર્ટ છે.