નવી દિલ્હીઃ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ભાષણની બીજેપીની સહયોગી પાર્ટી શિવસેનાએ પ્રશંસા કરી હતી. શિવસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના ભાષણની તુલના ફ્રાન્સ અને ક્રોએશિયા સાથે કરી હતી. શિવસેનાએ રાહુલને ક્રોએશિયા સાથે સરખામણી કરી છે તો વડાપ્રધાન મોદીની ફ્રાન્સ સાથે કરી હતી. શિવસેનાએ કહ્યું કે, જે રીતે ક્રોએશિયાએ ફિફા વર્લ્ડકપની ફાઇનલમાં હારીને પણ તમામ લોકોના દિલ જીતી લીધા હતા તેવું જ ગઇકાલે સંસદમાં થયું હતું.


શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, નરેન્દ્ર મોદીનું ભાષણ વડાપ્રધાનનું ભાષણ હતું. મોદીજી મોદીજી છે. આજે મોદીની તુલના કોઇ સાથે કરવી યોગ્ય નથી પરંતુ તેમના ટક્કરમાં રાહુલ ગાંધીના ભાષણની ચર્ચા થઇ રહી છે. રાહુલ ગાંધીનો નવો અવતાર ગઇકાલે સંસદમાં જોવા મળે છે અને તેનું શ્રેય તેને આપવામાં આવવું જોઇએ.
રાઉતે કહ્યું કે, ફિફા વર્લ્ડકપની ફાઇનલમાં ફ્રાન્સે ક્રોએશિયાને હરાવી દીધી હતું પરંતુ સૌથી વધુ ચર્ચા ક્રોએશિયાની થઇ હતી કારણ કે તેણે તમામ લોકોના દિલ જીતી લીધા હતા. રાહુલે ક્રોએશિયા છે. મોદીજી ગઇકાલે મળેલા તમામ તકનો ફાયદો ઉઠાવ્યો. લોકોએ વડાપ્રધાન મોદીને અનેકવાર સાંભળ્યા છે પરંતુ ગઇકાલે રાહુલ ગાંધીને નવા અંદાજમાં બોલતા પ્રથમવાર સાંભળવા મળ્યા છે. રાઉતે કહ્યું કે, સત્તા હોય તો બહુમત આવે છે. બહુમત તો નરસિમા રાવે પણ હાંસલ કર્યો હતો જ્યારે તેમની પાસે આંકડા નહોતા જ્યારે બીજેપી પાસે આંકડા છે.