‘નયે ભારત કે લિયે રણનીતિ@75’ દસ્તાવેજ જાહેર કરતા નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં સંકટ માટે કૃષિ લોન માફી કોઇ સમાધાન નથી. પરંતુ તેનાથી થોડો સમય સુધી જ રાહત મળે છે. નીતિ આયોગના સભ્ય (કૃષિ) રમેશ ચંદે પણ કુમારની વાત સાથે સહમતિ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, દેવા માફીની સૌથી મોટી સમસ્યા એ છે કે તેનાથી અમુક જ ખેડૂતોને લાભ મળે છે.
તેમણે કહ્યું કે, જે ગરીબ રાજ્ય છે ત્યાં ફક્ત 10થી 15 ટકા ખેડૂતોને દેવામાફીનો લાભ મળે છે. કારણ કે એવા રાજ્યોમાં બેન્કો અથવા નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લેનારા ખેડૂતોની સંખ્યા ખૂબ ઓછી છે. એટલે સુધી કે 25 ટકા ખેડૂતો પણ સંસ્થાગત લોન લેતા નથી. લોન લેવા મામલે સંસ્થાગતને લઇને રાજ્યોમાં આ પ્રકારનું અંતર હોય ત્યારે કૃષિ લોન માફી મામલે કરોડો રૂપિયાનો ખર્ચ કરવાનો કોઇ અર્થ નથી. કેગના રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે કૃષિ લોન માફીથી મદદ મળતી નથી. નીતિ આયોગે કૃષિ મંત્રાલયને રાજ્યોને કૃષિ ક્ષેત્રમાં સુધારાઓને લઇને સૂચનો આપશે.