મિર્ઝાપુર: 2017માં થનાર યૂપી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને લઈને કોંગ્રેસ ઉપાધ્યક્ષા રાહુલ ગાંધી ખેડૂતો સાથે ખાટ પર ચર્ચા કરી રહ્યા છે. રાહુલ ગાંધીની ખાટ ચર્ચા પછી એક વાર ફરી લૂંટ થઈ હતી. બુધવારે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં રાહુલ ગાંધીની ખાટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીની મીટિંગ પુરી થયા પછી સ્થાનીક લોકો ખાટ લઈને ભાગી ગયા હતા. ત્યાં વારંવાર જાહેરાત થતી રહી કે ‘ખાટ છોડીને ચાલ્યા જાઓ’ પરંતુ લોકો ખાટ લઈને ભાગતા રહ્યા. એવા સમયે એક વ્યક્તિને ખાટ ન મળતા નિરાશ થતો જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે આ પ્રકારની લૂંટ રાહુલ ગાંધીની દેવરિયામાં આયોજિત ખાટ સભામાં થઈ હતી.
ખાટ ન મળતા એક નારાજ વ્યક્તિને પુછવામાં આવ્યું હતું કે, શું તમે ખાટ લેવા આવ્યા હતા. ત્યારે તેને કહ્યું હતું કે, અમને જણાવવામાં આવ્યું હતું કે, મીટિંગ ચાલો, તમને ખાટ મળશે. પરંતુ અમે ખાટના નામે અહીં આવ્યા હતા. પરંતુ અહીં અમને કશું મળ્યું નથી. કોંગ્રેસ પાર્ટીના લોકોએ કહ્યું હતું કે, અહીં આવો તો ખાટ મળશે. અમને જણાવવામાં આવ્યું હતું કે, 10 ટ્રક, 20 ટ્રક ખાટલા આવ્યા છે. જ્યારે આ વ્યક્તિને ખાટ મળી તે સંદર્ભે પૂછવામાં આવ્યું હતું કે, અમને ખાટ પણ મળી નથી, અને શર્ટ પણ નહીં. માત્ર અમને કોંગ્રેસનો ઝંડો મળ્યો છે.