નવી દિલ્હીઃ કેન્દ્ર શાસિત પ્રદેશ અંદામાન નિકોબારમાં કોરોનાના વધતા કેસને લઈ આજથી લોકડાઉન વધુ એક અઠવાડિયું લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન અનેક ગતિવિધિ પર પ્રતિબંધ રહેશે પરંતુ જરૂરી વસ્તુઓને લોકડાઉનમાંથી છૂટ આપવામાં આવી છે. તંત્ર દ્વારા કન્ટેનમેન્ટ ઝોનની બહાર લોકડાઉન એક સપ્તાહ સુધી વધારવાનો ફેંસલો લેવામાં આવ્યો છે.


મુખ્ય સચિવ ચેતન સિંઘવીએ ટ્વિટ કરીને જાણકારી આપ્યા બાદ લોકડાઉનને લઈ આદેશ જાહેર કર્યો. દક્ષિણ અને મધ્ય અંદામાન જિલ્લામાં રાશન, દવા, મીટ, માછલી વગેરેની દુકાનો અને પેટ્રોલ પંપોને તેમાંથી છૂટ આપવામાં આવી છે.



નિકોબાર જિલ્લામાં કોઈપણ દુકાનને ખોલવા અંગે તંત્રની મંજૂરી લેવી જરૂરી છે. બેંક, એટીએમ, કેબલ ટીવી, વીજળી, પાણી જેવી જરૂરી સેવાઓ શરૂ રહેશે. જરૂરી સેવાઓ આપતી ઓફિસોને છોડીને તમામ ઓફિસો બંધ રહેશે. તમામ ધાર્મિક સ્થાનો પણ લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. અહીં આવતા ટ્રાવેલર્સનો ટેસ્ટ કરીને સાત દિવસ માટે ફરજિયાત ક્વોરન્ટાઈન કરવામાં આવશે.

અંદામાન નિકોબારમાં 1500થી વધારે કોરોના કેસ નોંધાયા છે. હાલ અહીં 896 એક્ટિવ કેસ છે અને 709 લોકો સાજા થઈ ગયા છે. જ્યારે 20 લોકોના મોત થયા છે.

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 22,68,676 પર પહોંચી છે. જેમાંથી 6,29,929 એક્ટિવ કેસ છે અને 15,83,490 કરોડો સાજા થઈ ગયા છે. જ્યારે 45,527 લોકોના મોત થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 53,601 કેસ નોંધાયા છે અને 871 લોકોના મોત થયા છે.

કોરોનાની રસી અપાશે મફતમાં, જાણો કોણે કરી મોટી અને મહત્વની જાહેરાત

Corona Vaccine: ભારતમાં ક્યાં સુધીમાં આવશે કોરોનાની રસી ? સીરમ ઈન્સ્ટિટ્યૂટે શું કહ્યું, જાણો વિગત