રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશકોના કહેવા મુજબ, આ મહિનાથી હેલ્થ વર્કર્સને વેક્સીન આપવાની શરૂઆત થઈ શકે છે. સૌથી પહેલા રશિયામાં ફ્રન્ટ લાઇન હેલ્થ વર્કર્સને કોરોનાની રસી આપવામાં આવશે. જે બાદ સીનિયર સિટિઝન્સને વેક્સીન અપાશે.
રશિયન એજન્સી TASS મુજબ, રશિયામાં આ વેક્સીન ફ્રી ઓફ કોસ્ટ (મફત)માં આપવામાં આવશે. તેના પર થનારો ખર્ચ દેશના બજેટમાં આવરી લેવાશે. અન્ય દેશોની કિંમતને લઈ હજુ ખુલાસો કરવામાં આવ્યો નથી.
મોસ્કોની ગામલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ એડનોવાયરસને બેસ બનાવીને વેક્સીન તૈયાર કરી છે. રિસર્ચર્સનો દાવો છે કે વેક્સીનમાં જે પાર્ટીકલ્સ યૂઝ કરવામાં આવ્યા છે તે કોપી નથી કરી શકતા. રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગમાં સામેલ અનેક લોકોએ ખુદ વેક્સીનનો ડોઝ લીધો છે.
આ દરમિયાન ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે, દેશમાં ડિસેમ્બર સુધીમાં કોરોનાની રસી આવવી જોઈએ. સીરમે ઓક્સફોર્ડ સાથે કોરોના વાયરસની રસી બનાવવા માટે ભાગીદારી કરી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ વેક્સીનના 10 કરોડ ડોઝ ના ઉત્પાદન માટે ગાવિ એન્ડ બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે કરાર કર્યો છે. અદાર પૂનાવાલાએ એક નિવેદનમાં કહ્યું, આપણી પાસે વર્ષના અંત સુધીમાં વેક્સીન હોવી જોઈએ. અમે આઈસીએમઆર સાથે ભાગીદારીમાં હજારો દર્દીઓ સાથે ભારતમાં પરીક્ષણ કરીશું.
Corona Vaccine: ભારતમાં ક્યાં સુધીમાં આવશે કોરોનાની રસી ? સીરમ ઈન્સ્ટિટ્યૂટે શું કહ્યું, જાણો વિગત
રાજ્યસભાની પેટા ચૂંટણીમાં ભાજપે ઉત્તરપ્રદેશથી કોને બનાવ્યા ઉમેદવાર, જાણો વિગતે