નવી દિલ્હી: લૉકડાઉનના કારણે દેશના અલગ અલગ સ્થળે ફસાયેલા શ્રમિકો, વિદ્યાર્થીઓ, ટૂરિસ્ટો અને શ્રદ્ધાળુ હવે પોતાના વતન પરત જઈ શકશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ મામલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નવો આદેશ જારી છે અને તેમાં કેટલીક શરતો પણ છે. આ માટે રાજ્ય સરકાર મદદ કરે.

ગૃહમંત્રાલયે જાહેર કરેલી ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, ઘરે લઈ જતાં પહેલા લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે, સ્ક્રીનિંગમાં જે લોકોમાં એસિંપ્ટોમેટિક (જેનામાં લક્ષણ ના હોય) ના હોય તેમને જ યાત્રાની મંજૂરી આપવામાં આવશે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી વખતે સોશિયલ ડિસ્ટેન્સિંગનું ધ્યાન રાખવું પડશે અને પોતાના ઘરે પહોંચીને હોમ ક્વોરન્ટાઈનમાં રહેવાનું છે.
ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, કોવિડ-19 થી લડવાના નવા દિશાનિર્દેશ 4 મેથી લાગુ થશે, જે અનેક જિલ્લાને ઘણી બધી રાહત આપશે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી લોકડાઉનના કારણે સ્થિતિમાં જબરજસ્ત સુધારો થયો છે. એવામાં ખરાબ અસર ન પડે તે માટે લોકડાઉનના દિશાનિર્દેશો પર 3 મે સુધી કડક રીતે દેખરેખ રાખવી જોઈએ.



મત્રાલયે જણાવ્યું કે, ટ્રાન્સપોર્ટ માટે બસનો ઉપયોગ કરવામાં આવશે. બસની અંદર સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાનું રહેશે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સ્થળે પહોંચેશે ત્યારે ત્યાં સ્થાનિક હેલ્થ અથોરિટી તપાસ કરશે. જ્યાં સુધી ઈન્સ્ટીટ્યૂશનલ ક્વોરન્ટાઈની જરૂર ન હોય તો તેમને હોમ ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ફસાયેલા લોકોનો એક સમૂહ જો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માંગે છે તો, મોકલનાર અને રિસીવ કરનાર રાજ્ય એક બીજાના સંપર્ક કરી શકી છે અને ટ્રાન્સપોર્ટ માટે પરસ્પર સહમત થઈ શકે છે.
રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોએ તેના માટે નોડલ ઑથોરિટી નિયુક્ત કરવાનો રહેશે. લોકોને મોકલવા અને રિસીવ કરવા માટે એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ બનાવવો પડશે. ફસાયેલા લોકોને તેમના સ્થળ સુધી પહોંચાડવાના ક્રમમાં જે રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી થઈને અવર જવર થશે તેની મંજૂરી આપવી પડશે.