નવી દિલ્હીઃ લોકડાઉન અને કન્ટેનમેન્ટ ઝોન પણ હવે કોરોના વાયરસ સામે લડવા બેઅસર સાબિત થઈ રહ્યા છે. આશરે એક ડઝન રાજ્યોમાં જુલાઈ મહિનાના કોરોના આંકડા પર નજર કરવાથી આમ લાગી રહ્યું છે. આંકડા મુજબ, અનલોક 2.0 દરમિયાન જુલાઈ મહિનામાં આ રાજ્યોમાં લોકડાઉન લગાવવા અને કન્ટેનમેન્ટ ઝોનમાં કડક પ્રતિબંધ થતાં ગ્રોથ રેટ, સંક્રમિતોની સંખ્યા બમણી થવાનો સમય અને ટેસ્ટ કરવામાં આવેલા લોકો પોઝિટિવ મળવાની સંખ્યા વધી છે.
જે રાજ્યોમાં હાલત વધારે બગડી છે તેમાં આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, કેરળ, મધ્ય પ્રદેશ, ઝારખંડ, ત્રિપુરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજસ્થાન, પંજાબ અને ચંદીગઢમાં પણ સ્થિતિ ખરાબ થઈ છે.
આંધ્રપ્રદેશ સરકારે 18 જુલાઈથી 14 દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાદયું હતું. તેમ છતાં આ રાજ્ય દેશમાં સૌથી વધારે એક્ટિવ કેસ મામલે બીજા નંબર પર છે. રાજ્યના તમામ 13 જિલ્લા મહામારીની ઝપેટમાં છે. જુલાઈમાં આંધ્રપ્રદેશમાં કોરોનાનો ગ્રોથ રેટ 7.42 ટકા છે, જે હાલ દેશમાં સૌથી વધારે છે. સંક્રમિતોની સંખ્યા બમણી થવામાં હવે માત્ર 9.43 દિવસ લાગી રહ્યા છે.
કર્ણાટક સરકારે પણ જુલાઈમાં એક સપ્તાહનું લોકડાઉન નાંખ્યુ હતું. તેમ છતાં કર્ણાટક જુલાઈના અંત સુધી દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં ત્રીજા ક્રમે હતું. એક જુલાઈએ કર્ણાટકમાં આશરે 16 હજાર મામલા હતા, જે હવે એક લાખને વટાવી ગયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 24 કલાકમાં 62,064 કેસ નોંધાયા છ અને 1,007 મોત થયા છે. ભારતમાં સંક્રમિતોની સંખ્યા 22,15,075 પર પહોંચી છે અને 44,386 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં 15,35,744 સાજા થઈ ગયા છે અને 6,34,945 એક્ટિવ કેસ છે.
શું બેઅસર સાબિત થયું લોકડાઉન ? આ રાજ્યોમાં વધ્યો સંક્રમણ દર, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Aug 2020 03:38 PM (IST)
જે રાજ્યોમાં હાલત વધારે બગડી છે તેમાં આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, કેરળ, મધ્ય પ્રદેશ, ઝારખંડ, ત્રિપુરાનો સમાવેશ થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -