Lok Sabha Election 2024 Live: પરષોતમ રૂપાલાએ ફરી કરી અપીલ, મોદીનો હાથ મજબૂત કરવા ભાજપને મત આપવા કહ્યું....

Lok Sabha Election 2024 Second Phase Campaign: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કા માટે પ્રચાર ચાલી રહ્યો છે, પીએમ મોદી, અમિત શાહ, અખિલેશ યાદવ સહિત ઘણા મોટા નેતાઓ ચૂંટણી પ્રચારમાં પોતાની તાકાત લગાવશે.

gujarati.abplive.com Last Updated: 23 Apr 2024 02:43 PM
ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ

ગુજરાત ભાજપના વધુ એક નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.  વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ભૂપત ભાયાણી ચૂંટણી સભાને સંબોધતા ભાન ભૂલ્યા હતા. જૂનાગઢના વિસાવદર ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલી ચૂંટણી સભાને સંબોધતિ વખતે ભૂપત ભાયાણીએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે પોતાના ભાષણ દરમિયાન કોગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને નપુંસક ગણાવ્યા હતા. ભૂપત ભાયાણીના નિવેદન બાદ હોબાળો મચી ગયો છે. ભૂપત ભાયાણીએ કહ્યું રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિના હાથમાં દેશની કમાન સોંપી શકાય નહીં. ભાયાણીના નિવેદનથી રાજ્યમાં નવો વિવાદ પેદા થયો હતો. ભૂપત ભાયાણીના નિવેદનથી કોંગ્રેસ કાર્યકરોમાં આક્રોશ છે. કોંગ્રેસ કાર્યકરોએ કહ્યુ હતું કે ભાજપના નેતાઓએ હદ વટાવી છે. કોગ્રેસે કહ્યું હતું કે ભાયાણી બોલવામાં લગામ રાખે છે.  નૈષધ દેસાઇએ કહ્યું હતુ કે ભાયાણી પાસે બિભત્સ શબ્દોની અપેક્ષા છે. આ ભાજપના નેતાઓના સંસ્કાર છે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના ક્ષત્રિય સમાજના ડેમેજ કંટ્રોલના પ્રયાસ પર અમિત ચાવડાના પ્રહાર

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના ક્ષત્રિય સમાજના ડેમેજ કંટ્રોલના પ્રયાસ પર અમિત ચાવડાએ પ્રહાર કર્યા છે. ડેમેજ કંટ્રોલનો કોઈ પ્રશ્ન જ નથી. રાજકીય લાભ માટે વડોદરાના ઉમેદવાર બદલ્યા છે. અંદરો અંદરની લડાઈના કારણે સાબરકાંઠાના ઉમેદવાર બદલ્યા છે. ક્ષત્રિય સમાજની લાગણીથી રાજકોટના ઉમેદવાર કેમ ના બદલ્યા? સત્તા બચાવવા માટે હવે ડેમેજ કંટ્રોલના પ્રયાસ કરે છે. હોમ મિનિસ્ટરે કેમ ડેમેજ કંટ્રોલ કરવું પડી રહ્યું છે. ક્ષત્રિયને ડરાવવા માટે હોમ મિનિસ્ટર પ્રયાસ કરે છે. પોલીસથી દબાવવા તમે પ્રયાસ કરો છો. ઉમેદવાર બદલ્યો હોય તો આ કરવાની જરૂર નહોતી. આ ક્ષત્રિય સમાજ છે, તેનો પડઘો 7મી તારીખે પડશે.

Lok Sabha Election 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા બાલક હનુમાન મંદિર પહોંચ્યા

રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા બાલક હનુમાન મંદિર પહોંચ્યા. આજે હનુમાનજી જયંતિ નિમિત્તે ઉમેદવારો દાદાના શરણે. સંતો-મહંતો ઉપરાંત ભાજપના આગેવાનો ઉપસ્થિત. અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસના બંને હાઈ પ્રોફાઈલ ઉમેદવારો અનેક મંદિરોના દર્શન કરી ચૂક્યા છે. રાજકોટની હાઈ પ્રોફાઈલ બેઠકમાં હનુમાનજીના આશીર્વાદ કોને ફળશે રૂપાલા કે ધાનાણી. રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં આવેલું છે બાળક હનુમાન મંદિર. હનુમાનજીના મંદિરમાં સવારથી લોકોને ભીડ જોવા મળી રહી છે.

Lok Sabha Election 2024: કર્ણાટક - સુરજેવાલા સાથે ભારે અન્યાય થઈ રહ્યો છે

કોંગ્રેસના સાંસદ અને મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે કર્ણાટક સાથે મોટો અન્યાય થઈ રહ્યો છે. ANI સાથે વાત કરતા સુરજેવાલાએ કહ્યું, "મોદી સરકાર કર્ણાટકના ખેડૂતો અને કર્ણાટકના લોકો પાસેથી બદલો લેવા માંગે છે. આ ભાજપની બદલાની રાજનીતિ છે, આ નફરતની રાજનીતિ છે. અમિત શાહ આજે આવી રહ્યા છે. 18,172 રૂપિયા વગર. તેમને કર્ણાટકની ધરતી પર પગ મૂકવાનો કોઈ અધિકાર નથી, તેથી જ આપણા મુખ્યમંત્રી અહીં બેઠા છે, કર્ણાટક પ્રત્યેની મોદી સરકારની દુશ્મનાવટ ખતમ કરવી પડશે.

Lok Sabha Election 2024: આ આપણા માટે સુવર્ણ યુગ છે - મોહન યાદવ

મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે કહ્યું કે લોકસભા ચૂંટણીનો બીજો તબક્કો નજીક આવી રહ્યો છે. 2013 પહેલા મધ્યપ્રદેશને રેલવે માટે 150 કરોડ રૂપિયા મળતા હતા, પરંતુ આજે રેલવે દર વર્ષે 15 રૂપિયા ખર્ચે છે. અને વ્યવસ્થા માટે અડધા હજાર કરોડ... IT અને ઉદ્યોગથી લઈને સિંચાઈ સુધી, PM એ દરેક ક્ષેત્ર પર સમાન ધ્યાન આપ્યું છે, એવું લાગે છે કે આ આપણા માટે સુવર્ણ યુગ છે.

Lok Sabha Election 2024: કર્ણાટકના સીએમ અને ડેપ્યુટી સીએમ હડતાળ પર બેઠા છે

કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર સહિતના કોંગ્રેસના નેતાઓ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી દુષ્કાળ રાહત સામે વિરોધ કરી રહ્યા છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પર સાવકી મા જેવું વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે.

કોબા કમલમ કાર્યલયથી આજે ભાજપ પ્રચાર પ્રસાર ની કરાવશે શરૂઆત

કોબા કમલમ કાર્યલયથી આજે ભાજપ પ્રચાર પ્રસારની કરાવશે શરૂઆત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કરાવશે શરૂઆત. ભાજપનાં સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિનું કરાશે લોન્ચિંગ . લોકસભા ચૂંટણીનાં  પ્રચાર માટે 5 ગીતોનું કરાશે લોન્ચિંગ. અલગ અલગ 3 નૃત્ય કૃતિઓ કરાશે રજૂ. પ્રચાર માટે 10 ટેબ્લો કરાયા તૈયાર. દરેક લોકસભામાં ટેબ્લો અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા કરાશે પ્રચાર. આજથી પ્રચાર સામગ્રી ઘર ઘર સુધી પોહચાડવાની ભાજપ કરશે શરૂઆત. અલગ અલગ વસ્તુઓ એકત્ર કરી બનાવાઈ પ્રચાર કીટ.

લોકસભા પૂર્વ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ પણ પહોંચ્યા હનુમાનજીના મંદિરે 

લોકસભા પૂર્વ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ પણ પહોંચ્યા હનુમાનજીના મંદિરે  વસ્ત્રાલ વિસ્તારમાં હનુમાનજી મંદિર અને રામજી મંદિરમાં કર્યા દર્શ. કોંગ્રેસ પાર્ટીના મનમાં રામ વસેલા છે. કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારથી લોકમાન્ય તિલક જ્યારે અંગ્રેજો સામે લડ્યા ત્યારે ગણપતિજીની સ્થાપના કરી બ્રિટિશરોની સામે લોકોને એક થવાનું કામ કર્યું. ધર્મ એ આસ્થાનો વિષય છે, ધર્મને અમે રાજકારણ સાથે નથી જોડતા ધર્મ સંસ્કાર આપે છે જીવન જીવવાની શક્તિ આપે છે. લોકોનું જીવન ખુશહાલ બને એ સતાધીશોની જવાબદારી છે. લોકોની લાગણીને ઉશ્કેરવાની લોકોને ભ્રમિત કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે, મુદ્દાઓથી ભટકાવવાનો પ્રયાસ કરે છે. લોકોના મનમાં શું વસેલું છે એ તો સાતમી તારીખે  ખબર પડી જવાની છે.

સુરત આવેલ મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણની પ્રતિક્રિયા

સુરત: પ્રધાનમંત્રી મોદી એ કોંગ્રેસ મેનિફેસ્ટો મુસ્લિમ ટ્રસ્ટીકરણ હોવાનું કહેવાનો મામલે મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણની પ્રતિક્રિયા આપી છે. પ્રધાનમંત્રી મોદી લોકોને ખોટી વાત કરી રહ્યા છે. ચૂંટણી આવે એટલે હિન્દુ મુસ્લિમની વાત કરે છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની વાત કે દેશની સંપતિ પર પહેલો અધિકાર મુસલમાનો છે તેની પ્રતિક્રિયામાં જણાવ્યું કે મનમોહન સિંહે તમામ સમાજનાં લોકોની વાત કરી હતી. મનમોહન સિંહનાં નિવેદનને તોડી મરોડી બતાવવામાં આવે છે. 

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ભાજપનો ઉમેદવાર હસમુખ પટેલે હનુમાન જયંતીના દિવસે હનુમાનજી મંદિરના દર્શન કર્યા

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ભાજપનો ઉમેદવાર હસમુખ પટેલે હનુમાન જયંતીના દિવસે હનુમાનજી મંદિરના દર્શન કર્યા.


રામોલ વિસ્તારના હનુમાન મંદિરમાં દર્શન કરી આજના પ્રચારની શરૂઆત કરી.


ભગવાન શ્રી રામનું નામ અને નરેન્દ્ર ભાઈ નું કામ એ મતદારોના હૈયે વસેલું છે.


ભારતીય જનતા પાર્ટીને ભગવાન શ્રીરામના આશીર્વાદ છે.


રામ નવમી, હનુમાન જયંતિ હોળી ધુળેટીના દિવસો જેવાં પુણ્ય દિવસોમાં ચૂંટણી આવી એ મોટી વાત છે.


દેશના રાષ્ટ્રનિર્માણમાં જનતાને જોડવામાં વિરાસત  મહત્વનો ભાગ ભજવે છે.


જે પુણ્ય દિવસો આવ્યાએ આ ચૂંટણીના દિવસોમાં આવ્યા એ મોટી વાત છે.


ભાજપે સુરતથી શરૂઆત કરી દીધી છે ,એક કમળ તો નરેન્દ્ર ભાઈ ને ભેટ થઈ દીધું છે.

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ લગાવ્યા નારા

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ લગાવ્યા નારા.


જય ભવાની,જય શિવાજીના લગાવ્યા નારા.


પડધરી ટંકારા વિસ્તારના ઉદ્ઘાટન કાર્યાલય સભામાં લગાવ્યા નારા.


ક્ષત્રિય સમાજને ફરી કરી પરસોતમ રૂપાલાએ અપીલ.


મોદી સાહેબના હાથ મજબૂત કરવા સમર્થ ભારત બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીને મત આપવા કરી અપીલ.


નાની મોટી વાતને દરગુજર કરવા કરી અપીલ.


ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ ટુ શરૂ કરવામાં આવ્યું છે.


ત્યારે જાહેર મંચ પરથી પરસોતમ રૂપાલા ક્ષત્રિય સમાજને ભાજપને મત આપવા અપીલ કરી રહ્યા છે.


રાજ્ય સભાના સાંસદ સભ્ય  કસરીદેવસિંહ ઝાલા સહિત વિસ્તારના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં.

નેતાઓ ભગવાનના શરણે

ચૂંટણીના માહોલમાં તહેવાર અને જન્મ જયંતીના દિવસોમાં નેતાઓ ભગવાનના શરણે.


અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર HS પટેલે હનુમાનજી મંદીરના દર્શન કર્યા.


રામોલ વિસ્તારના હનુમાનજી મંદિરમાં દર્શન કરી આજના પ્રચારની શરૂઆત કરશે.


લોકસભા ચૂંટણી દરમિયાન યોગાનુયોગ હોળી- ધુળેટી, રામનવમી અને હનુમાન જયંતીના દિવસો ચૂંટણી દરમિયાન આવ્યાં.

નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે

લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા નિલેશ કુંભાણી કેસરિયા કરશે..આ સપ્તાહના અંતમાં કે ત્યારબાદ નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે. કુંભાણીને આવકારવા ભાજપની તૈયારી પૂર્ણ થઈ છે. સુરત લોકસભા બેઠક પર બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું અને જે બાદ અપક્ષ સહિત 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યુ હતું. જેથી સુરત બેઠક પર ઈતિહાસ સર્જાયો અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા.

બ્રેકગ્રાઉન્ડ

Lok Sabha Election 2024 Live: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાની રાજકીય લડાઈ પહેલા તોફાની પ્રચાર ચાલી રહ્યો છે. સતત વધી રહેલા રાજકીય પારો વચ્ચે પીએમ મોદી મિશન મોડમાં જોવા મળી રહ્યા છે. આજે (23 એપ્રિલ 2024) પીએમ મોદી 3 જાહેરસભાઓને સંબોધશે. બીજી તરફ, ગૃહ પ્રધાન અમિત શાહ (અમિત શાહ ચૂંટણી પ્રચાર) બંગાળથી મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધીના રાજકીય મેદાનને માપશે. પશ્ચિમ બંગાળના માલદામાં આજે તેમનો રોડ શો યોજાશે. તેઓ રાયગંજ-અકોલામાં જનસભા કરશે. તેણે બેંગ્લોર સાઉથમાં રોડ શો પણ કર્યો છે.


જેપી નડ્ડા મધ્યપ્રદેશના પ્રવાસે છે. તેઓ રીવા-ટીકમગઢ-સતનામાં ચૂંટણી સભાઓને સંબોધિત કરવાના છે. આ સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સીએમ યોગી આદિત્યનાથ અમરોહામાં ચૂંટણી જનસભા કરશે. આ પછી તે મુરાદાબાદ જશે. બાગપતમાં પણ સીએમ યોગીની રેલી છે. આ સાથે તેઓ અરુણ ગોવિલના સમર્થનમાં રોડ શો પણ કરશે.


ઠાકુરોની નારાજગીના અહેવાલો વચ્ચે રાજનાથ સિંહ આજે દાદરી બિસાહડામાં મહેશ શર્માના સમર્થનમાં એક મોટી જાહેર સભામાં જોવા મળશે. આ પછી તેઓ ઝારખંડ અને બિહારની મુલાકાતે છે, જ્યાં તેઓ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. ભાજપની મંડી સીટની ઉમેદવાર અને સ્ટાર પ્રચારક કંગના રનૌત આજે જોધપુરમાં રોડ શો કરશે. તેનો પાલીમાં પણ એક કાર્યક્રમ છે.


આ દરમિયાન માયાવતી હાપુર રોડ, અલીપુર ખાતે જનસભાને સંબોધશે. માયાવતીનો પણ આજે અલીગઢમાં ચૂંટણી કાર્યક્રમ છે. અખિલેશ યાદવે મેરઠમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. આજે બપોરે સિવલખામાં અખિલેશની જાહેર સભા છે. આ સાથે અખિલેશ યાદવ આજે અલીગઢમાં એક ચૂંટણી કાર્યક્રમને પણ સંબોધિત કરશે. AIMIM પ્રમુખ બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસી અમોર, બૈસી અને બેલવા કિશનગંજ લોકસભા મતવિસ્તારમાં લોકસભાના ઉમેદવાર અખ્તરુલ ઈમાન માટે વિશાળ જાહેર સભાઓને સંબોધશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.